દીકરી માટેનો પ્રેમ બરાબર, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
- પરિણિત દીકરીની માતાએ કેટલીક ભૂલો કદી ન કરવી, તમારી ભૂલો તમારી દીકરીના જીવનમાં મોટી મુસીબત લાવી શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ દરેક માતા માટે તેની દીકરીને સાસરે મોકલવી અઘરી જ હોય છે, જે દીકરીને આટલી મોટી કરી, લાડ લડાવ્યા, તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હોય તે જ્યારે સાસરે જાય ત્યારે તકલીફ તો દરેક માતા-પિતાને પડે છે, પરંતુ તેના જીવનમાં તેના સાસરિયામાં દખલ દેવી ભારે પડી શકે છે. તમે આમ કરીને તમારી દીકરીની જિંદગીને બરબાદ કરી રહ્યા છો. તમારે આવી ભૂલો કરવાથી બચવું જોઈએ. ઓવર પ્રોટેક્શન હંમેશા નકારાત્મક જ પરિણામો આપે છે. તમે અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસો છો કે જે તમારી દીકરીના જીવનમાં વિવાદ અને બરબાદીનું કારણ બની જાય છે.
સાસરીના ઘરમાં કામ ન કરવાની સલાહ
કહેવાય છે કે લગ્ન પછી દીકરીનું સાસરું જ તેનું અસલી ઘર હોય છે. જ્યાં દરેક જવાબદારી પૂરી કરવાની તેની ફરજ છે, પરંતુ કેટલીક માતાઓ તેમની પુત્રીઓને સાસરિયાના ઘરે કામ ન કરવાની સલાહ આપે છે. જેના કારણે દીકરી સાસરિયાંને પોતાનું ઘર બનાવી શકતી નથી. કામ ન કરવાની સલાહ આપવાને બદલે તમે તમારા હેલ્થને ધ્યાનમાં રાખીને કામ કરો તેવું સમજાવો તો સારું રહેશે. શરૂઆતમાં તે મુશ્કેલ લાગશે, પરંતુ ધીમે ધીમે મેનેજ થઈ જશે.
દરેક બાબતમાં દીકરીનો પક્ષ લેવો
ઘણી વખત માતાનો તેની પુત્રી માટે પ્રેમ અને વિશ્વાસ એટલો વધી જાય છે કે તેને દીકરીની ભૂલો દેખાતી નથી. સાસરિયાંમાં નાની-નાની વાતને લઈને ઝઘડો થાય ત્યારે પણ તે હંમેશા દીકરીનો પક્ષ લે છે. જ્યારે તેમણે લડાઈનું કારણ જાણ્યા પછી સાચા-ખોટાનો નિર્ણય લેવો જોઈએ. દીકરીની ભૂલ હોય તો તેને સમજાવવી એ માતાની પહેલી ફરજ છે.
દીકરીને વારંવાર પિયર બોલાવવાની આદત
દીકરી સાસરે જાય તે માતા માટે દુઃખની વાત હોય છે, તેનું દિલ હળવાશ નથી અનુભવી શકતું, પરંતુ તમારે એ વિચારવું પડશે, સમજવું પડશે કે તમે પણ કોઈકની દીકરી હતા અને તમારા માતા-પિતાનું ઘર છોડીને અહીં આવ્યા હતા. કેટલીક માતાઓ વારંવાર દિકરીને કોલ કરે છે અને તેને પિયર બોલાવે છે, પરંતુ તેણે દીકરીને એ સમજાવવું પડશે કે સાસરિયાઓને સમય આપવો વધુ જરૂરી છે, જેથી સારું બોન્ડિંગ બની શકે. માતા-પિતાના ઘરેથી અવારનવાર ફોન આવતા હોવાને કારણે દીકરી સાસરિયાઓ તરફ ધ્યાન આપી શકતી નથી.
સાસરિયાં વિશે નેગેટિવ બોલવું
જ્યારે માતા તેની પુત્રી સાથે ફોન પર વાત કરે છે, ત્યારે તે સાસરિયાના ઘરમાં શું ચાલી રહ્યું છે, કોણે શું કહ્યું તે બધું જાણવા માંગે છે. આ સમય દરમિયાન, જ્યારે પુત્રી બધું કહે છે, ત્યારે કેટલીક માતાઓ નકારાત્મક પ્રતિક્રિયા આપે છે. તેમનું વલણ દરેક બાબતમાં નેગેટિવ હોય છે. જેના કારણે દીકરી પણ તેના સાસરિયાઓ વિશે ખોટું વિચારવા લાગે છે. જેના કારણે ઝઘડા વધવા લાગે છે.
દરેક વાતમાં દીકરીને ઈન્વોલ્વ કરવી
દીકરી સાસરિયાંના ઘરમાં સારી રીતે એડજસ્ટ થઈ શકે તે માટે તેના માટે તેને માતાના પરિવાર પ્રત્યે ઓછો લગાવ હોવો ખૂબ જ જરૂરી છે. તોજ તે ઝડપથી તેના સાસરિયાઓને સ્વીકારી શકશે. જો કે, બંને પક્ષોને સંતુલિત કરવામાં અને સાસરિયાઓને સ્વીકારવામાં સમય લાગે છે, પરંતુ જ્યારે દીકરી જરૂરિયાત કરતાં વધુ તેના માતા-પિતાના ઘરે જાય છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે. માતાએ દીકરીનું ઈન્વોલ્વમેન્ટ પોતાના ઘરમાં ઓછું કરવું જોઈએ. તેને પણ પોતાનું ઘર છે, તે સમજવું જોઈએ અને દીકરીને સાચી સલાહ આપવી જોઈએ.
આ પણ વાંચોઃ ફાયદો સમજીને વધારે તો નથી લઈ રહ્યા ને વિટામીન સી? ઓવરડોઝથી થશે નુકસાન
આ પણ વાંચોઃ બાળકો માટે પણ વધુ ખાંડ ખાવી સારી નથી, રહે છે ડાયાબિટીસનું જોખમ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ