બે શુભ યોગમાં ગણાધિપ સંકષ્ટી ચતુર્થી, જાણો તારીખ અને મુહૂર્ત
- ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના વ્રત, પૂજન અને ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને સાધકને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે
HD ન્યુઝ ડેસ્કઃ સંકષ્ટી ચતુર્થી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. 18 નવેમ્બર 2024ના રોજ ગણાધિપ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના વ્રત, પૂજન અને ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને સાધકને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જાણો ગણધિપ સંકષ્ટી ચતુર્થી વ્રતની તિથિ, શુભ સમય અને પૂજા પદ્ધતિ
ગણાધિપ સંકષ્ટી ચતુર્થી ક્યારે છે?
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 18 નવેમ્બરે સાંજે 06:55 વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 19 નવેમ્બર 2024ના રોજ સાંજે 05:28 વાગ્યે સમાપ્ત થશે. 18 નવેમ્બરે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગની રચના થઈ રહી છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ- સવારે 06:38થી બપોરે 03:49 સુધી
અમૃત સિદ્ધિ યોગ- સવારે 06:38થી બપોરે 03:49
પૂજા પદ્ધતિ
- ગણધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો.
- સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
- બાજઠ પર લાલ અથવા પીળું કપડું પાથરો. તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.
- હવે યોગ્ય વિધિથી ગણપતિ બાપ્પાની પૂજા કરો. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.
- ભગવાન ગણેશને ફળ, ફૂલ, દુર્વા, અગરબત્તી અને નૈવેદ્ય અર્પણ કરો.
- ભગવાન ગણેશના બીજ મંત્રોનો જાપ કરો. મોદક ચઢાવો.
- ત્યારબાદ તમામ દેવી-દેવતાઓની સાથે ભગવાન ગણેશની આરતી કરો.
- પરિવારના સભ્યોમાં પ્રસાદ વહેંચો.
આ પણ વાંચોઃ શનિ માર્ગી થતા જ 6 રાશિઓના ખરાબ દિવસો થયા પૂરા, સારો સમય શરૂ
આ પણ વાંચોઃ 2025માં આ ચાર રાશિઓની કિસ્મત ચમકશે, શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ
આ પણ વાંચોઃ કેટલા દિવસમાં બદલવું જોઈએ તકિયાનું કવર? બેદરકારી બગાડી શકે છે તબિયત
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ