અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

GPSC દ્વારા મદદનીશ ઈજનેર વર્ગ-2 માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

  • સરકારી નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સુવર્ણ તક

ગાંધીનગર, 16 નવેમ્બર: સરકારી નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની વધુ એક તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2ની કુલ 250 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ માટે આયોગ દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

જૂઓ નોટિફિકેશન: GPSC Assistant Engineer Civil Class-2

GPSCની આ ભરતી માટેની વિગતો

  • સંસ્થા – ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
  • પોસ્ટ: મદદનીશ ઈજનેર (સિવિલ)
  • હોદ્દો: વર્ગ-2 અધિકારી
  • જગ્યા: 250
  • વય મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
  • અરજી ફી: 100 રૂપિયા
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2024
  • ક્યાં અરજી કરવી? https://gpsc-ojas.gujarat.gov.in/

મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ – 2 ભરતી પોસ્ટની વિગતો

કેટેગરી – જગ્યા

  • બિન અનામત – 99
  • આર્થિક રીતે નબળા વર્ગો – 58
  • સા.અને શૈ.પ.વર્ગ – 54
  • અનુસૂચિત જાતિ – 24
  • અનુસૂચિત જનજાતિ – 15
  • કુલ – 250

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણ વિશે જાણો 

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમાં ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગ (સિવિલ) અથવા ટેકનોલોજી (સિવિલ)માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ, ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પુરતું જ્ઞાન હોવું જોઈએ. જ્યારે આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે કેટલાક ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. આ જગ્યા માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પે મેટ્રિક સ્કેલ લેવલ-8 મુજબ, રૂપિયા 44,990 – રૂપિયા 1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.

આ પોસ્ટ માટે અરજી ફી કેટલી છે?

સામાન્ય કેટેગરી એટલે કે બિનઅનામત ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશે. ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  2. Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  3. https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  4. ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરી નાખો
  5. ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  6. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું. ઉમેદવારોએ સલાહ આપવામાં આવે છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી હિતાવહ છે. જેથી કોઈ શંકાને સ્થાન રહે નહીં.

આ પણ જૂઓ: ગુજરાતમાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં મોટી તક, જાણો વિગત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button