ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા, સુંદર નજારો જોઈને મન થઈ જશે પ્રફુલ્લિત, જૂઓ વીડિયો

  • હિમવર્ષાના સમયે કાશ્મીરને જોઈને એવું લાગે કે, જાણે સ્વર્ગની સુંદરતા ધરતી પર ઉતરી આવી હોય

શ્રીનગર, 16 નવેમ્બર: પર્યટન માટે વિશ્વભરમાં પ્રખ્યાત કાશ્મીરના ગુલમર્ગ,બાંદિપુરા અને કુપવાડામાં આજે શનિવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં પણ બરફ પડ્યો છે. આ હિમવર્ષાનો વીડિયો પણ બહાર આવ્યો છે, જેને જોઈને એવું લાગે છે કે, જાણે સ્વર્ગની સુંદરતા ધરતી પર ઉતરી આવી હોય. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ખૂબ જ સુંદર છે અને અહીંની બરફવર્ષા જોવા લાયક છે.

જૂઓ આ નયનરમ્ય વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

તૂટક તૂટક થઈ હિમવર્ષા

અધિકારીઓએ જણાવ્યું કે, આ હિમવર્ષા સવારે શરૂ થઈ હતી અને તૂટક તૂટક પડી હતી. આ સમયગાળા દરમિયાન, ઘાસના મેદાનોમાં લગભગ એક ઇંચ બરફ જમા થઈ ગયો હતો. જે વિસ્તારોમાં હિમવર્ષા થઈ તેમાં બાંદિપુરા જિલ્લાના ગુરેઝ, કુપવાડામાં માછિલ, શોપિયાંમાં મુગલ રોડ અને અન્ય સ્થળોની સાથે ઘાટીના અન્ય ઘણા ઊંચા વિસ્તારોનો સમાવેશ થાય છે.

 

અધિકારીઓએ એમ પણ કહ્યું કે, શ્રીનગર સહિત મેદાની વિસ્તારોમાં બરફ પડ્યો. હવામાન વિભાગનું કહેવું છે કે, બપોર સુધીમાં વાતાવરણમાં સુધારો થવાની સંભાવના છે. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર, 17થી 23 નવેમ્બર સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે અને 24 નવેમ્બરના રોજ ઊંચાઈવાળા વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ અથવા હળવી હિમવર્ષા થવાની સંભાવના છે.

પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ

હિમવર્ષા દરમિયાન પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. કાશ્મીરની હિમવર્ષાનો આનંદ માણવા અને વિવિધ પ્રવૃતિઓ માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. બાળકોથી લઈને યુવાનો સુધી, દરેક વ્યક્તિ કાશ્મીરની સુંદરતા માટે જુસ્સો દર્શાવે છે. કાશ્મીર શરૂઆતથી જ એટલું સુંદર છે કે, તે કોઈપણના મનને આકર્ષી શકે છે. કાશ્મીર માત્ર હિમવર્ષા દરમિયાન જ નહીં પરંતુ જ્યારે તડકો નીકળે છે ત્યારે પણ આટલો જ આનંદ આપે છે. લોકો અહીંના નજારાને જીવનભર યાદ રાખે છે, તેથી જ અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે અને લોકો તેમની સુંદર યાદોને પોતાના કેમેરાથી કેદ કરે છે.

Back to top button