ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે

Text To Speech
  • હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું
  • ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું
  • નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઈઝ

ગુજરાતના પોરબંદર શહેરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દશન કરવામાં આવશે. જેમાં પોરબંદરની ચોપાટી પર 19 નવેમ્બરે સંયુકત વિમોચન- 2024 એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષા રાજયમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહેશે.

હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું

ઉલ્લેખનીય છે કે તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આંટાફેરાએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ. દ્વારા સંયુકત એકસરસાઈઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે.

ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું

ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સગમ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઈન્ડીયન આર્મી, ફીકકી ઈન્ડસ્ટ્રી એકસપોઝીશન, ‘સંયુક્ત વિમોચન-2024’નો નવેમ્બર-19ના ચોપાટી બીચ પર પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઈવેન્ટમાં ભાગ લેવાવાળા ભારતના મિત્રદેશોમાં કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મલેસીયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ પણ જોડાશે.

આ પણ વાંચો: અમદાવાદ: એરપોર્ટ આઈકોનીક રોડલાઈનના અસરગ્રસ્તોને TDR ચૂકવવા નિર્ણય

Back to top button