અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

મહેસાણાઃ પોતાનું જ બેસણું ચાલી રહ્યું હતું અને યુવક હાજર થયો, કહ્યું મમ્મી…

  • પરિવારે નરોડા પોલિસ સ્ટેશનમાં યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

વિજાપુર, 16 નવેમ્બર: ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક વિચિત્ર ઘટના બની છે. જ્યાં એક પરિવારે અજાણ્યા મૃતદેહને પુત્રનો સમજીને અંતિમ સંસ્કાર કરી નાખ્યા અને બાદમાં બેસણાનું આયોજન કર્યું હતું. પરંતુ થયું કઈક એવું કે, પોતાના જ બેસણામાં યુવક હાજર થઈ ગયો અને કહેવા લાગ્યો, “મમ્મી હું જીવતો છું.”

શું હતી સમગ્ર ઘટના?

મુળ વિજાપુરનો અને અમદાવાદના નરોડા ખાતે રહેતો આ વ્યક્તિ ઘરે જાણ કર્યા વિના ગુમ થઈ ગયો હતો. જે અંગે પરિવારે નરોડા પોલિસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ પરિવારે મૃતદેહને પોતાના દીકરાનો હોવાનું સમજીને તેના અંતિમ સરકાર કરી નાખ્યા અને બેસણું પણ કરી દીધી હતું. જોકે, પછીના દિવસે યુવક ખુદ જીવિત ઘરે આવતા પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો વિજાપુરમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારના પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો ધંધો કરતા હતા. જે 27 ઓક્ટોબર રોજ ઘરે કોઈને જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. જેથી પરિવારજનોએ નરોઠા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ કરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારને ઓળખ કરવા જાણ કરવામાં આવી હતી. જે બાદ તેનો પરિવાર અમદાવાદ ઓળખ કરવા આવ્યો હતો અને મૃતદેહ જોઈ આ વ્યક્તિ પોતાનો જ દીકરો હોવાની ઓળખ કરી પરિવાર મૃતદેહ ઘરે લઈ ગયો હતો, જ્યાં તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.

યુવકને જીવતો જોઈ પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો

વિજાપુરમાં પરિવાર દ્વારા 14 નવેમ્બરના રોજ બ્રિજેશનું બેસણું રાખવામાં આવ્યું હતું અને 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ ઘરે પાછો આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં બ્રિજેશને જોતા પરિવાર દ્વારા અગ્નિ સંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિસામણમાં મુકાયો છે. આ સમગ્ર મામલામાં પોલીસની ભૂલ કહો કે પછી લાશની ઓળખવિધિ કરનાર પરિવારજનોની, પરંતુ હાલ તો સુથાર પરિવાર દ્વારા જે મૃતદેહના અંતિમ સરકાર કરવામાં આવ્યા હતા તે કોનો મૃતદેહ હતો? તે પણ પ્રશ્ન ઊભો થયો છે.

યુવકની માતાએ સમગ્ર ઘટના વિશે શું કહ્યું?

બ્રિજેશની માતાના કહ્યા મુજબ, તારીખ 27 ઓકટોબરે ઘરેથી જમીને નીકળ્યા બાદ પુત્રનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. બે દિવસ આદ નરોડા પોલીસને જાણ કરી હતી. ઘણા દિવસ સુધી શોધખોળ કર્યા બાદ યુવક ન મળતાં પરિવાર દ્વારા પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. યુવકની માતાએ આગળ કહ્યું કે, આમાં પોલીસવાળાઓની અને અમારા જમાઈઓની બધાની ભૂલ થઈ છે. માતાએ કહ્યું કે, તારીખ 10 નવેમ્બરે પોલીસે ફોન કરીને મારા દિયર અને જમાઇને ફૂલી ગયેલો મૃતદેહ બતાવ્યો હતો. જેના પરથી મારા દિયર અને જમાઇએ ધારણા કરી લીધી હતી કે આ બ્રિજેશનો જ મૃતદેહ છે. જેથી તેનો મૃતદેહ ઘરે લાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેનું 14મી તારીખે બેસણું રાખવામાં આવ્યું હતું. જેના બીજા દિવસે 15મી તારીખે બ્રિજેશ ઘરે આવ્યો હતો.

આ પણ જૂઓ: અમદાવાદ : બોપલમાં 22 માળની ઇસ્કોન પ્લેટિનમમાં આગ, જૂઓ ઘટનાનો વીડિયો

Back to top button