ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

સંજૂ સેમસનની સિક્સથી ફેન થઈ ગઈ ઘાયલ! ચહેરા પર બોલ વાગતા રડવા લાગી મહિલા, જૂઓ વીડિયો

  • સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરી અને જોરદાર સદી ફટકારી

HD ન્યૂઝ ડેસ્ક, 16 નવેમ્બર: સંજૂ સેમસને સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ચાર ઇનિંગ્સ રમી છે, જેમાંથી તે બે વખત શૂન્ય પર આઉટ થઈ ગયો અને બે વખત સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી અને જોરદાર સદી ફટકારી હતી. તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. તે ઈનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે કોઈપણ મુશ્કેલી વિના પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં બેટિંગ દરમિયાન એક સમયે એવું બન્યું કે, સંજૂ સેમસને સિક્સ ફટકારી અને આ સિક્સનો બોલ સ્ટેન્ડમાં રહેલી મહિલાને ચહેરા પર વાગ્યો.  બોલ વાગતાં મહિલા રડવા લાગે છે.

જૂઓ વીડિયો

 

સંજૂની સિક્સનો બોલ મહિલાને વાગ્યો

સંજૂ સેમસને ચોથી T20 મેચમાં 56 બોલમાં 109 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 9 સિક્સ સામેલ છે. 10મી ઓવરમાં સંજૂએ ટ્રિસ્ટન સ્ટબ્સના પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. તેણે ડીપ મિડ-વિકેટ પર બીજી સિક્સ ફટકારી. જે સ્ટેડિયમમાં ઉભેલી મહિલાને વાગી હતી. આ કારણે તે દર્દથી રડવા લાગી અને તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. ત્યારબાદ કોઈએ મહિલા ચાહકને તેના ગાલ પર બરફ લગાવવા કહ્યું. હવે તેણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સંજૂ સેમસને કર્યો કમાલ

સંજૂ સેમસને આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પણ 107 રનની ઇનિંગ રમી હતી. હવે ચોથી T20 મેચમાં પણ તેણે 109 રન બનાવ્યા. તે T20Iમાં એક જ ટીમ સામે બે સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેની પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું.

બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી

ચોથી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ટીમ તરફથી તિલક વર્મા અને સંજૂ સેમસને સદી ફટકારી હતી. તિલકે 120 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અભિષેક શર્માએ 36 રનની ઇનિંગ રમી હતી. તિલક અને સંજૂએ બીજી વિકેટ માટે 210 રનની પાર્ટનરશિપ કરી હતી, જે T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે કોઈપણ વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશિપ છે. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમે 283 રન બનાવ્યા હતા.

આ પણ જૂઓ: તિલક વર્માએ તોડ્યો વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ, એક સિરીઝમાં 2 સદી ફટકારીને કર્યો કમાલ

Back to top button