ગુજરાત: વેપારી પાસે પોલીસ ઇન્સ્પેક્ટરને આઈફોનની લાંચ માગવી ભારે પડી
- સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો
- ACBએ આઈફોન સાથે PIને રંગે હાથે પકડી પાડ્યો હતો
- આરોપી PI ટૂંક સમયમાં રિટાર્ડ થવાનો હતો
ગુજરાતના નવસારીમાં વેપારી પાસે પોલીસ ઇન્સ્પેક્ટરને આઈફોનની માગ કરવી ભારે પડી છે. નવસારી જિલ્લાના ધોલાઈ બંદરે છૂટક ડીઝલ-ઓઈલનું વેચાણ કરતાં વેપારીઓ પાસે વેચાણના પરવાના માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PIએ આઈફોનની માગ કરી હતી.
નવસારી જિલ્લાના ધોલાઇ બંદરના મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દીનેશ જમનાદાસ કુબાવત, વર્ગ-૨,રૂા.૧,૪૪,૯૦૦/-ની કિંમતના આઇફોન મોબાઇલની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
— ACB Gujarat (@ACBGujarat) November 15, 2024
સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો
સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરતાં પોલીસની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના PI દિનેશ જમનાદાસ કુબાવત ધોલાઈ બંદર ખાતે ડીઝલ/ઓઈલના વેચાણનો પરવાનો ધરાવતા વેપારીને પોલીસ સ્ટેશન બોલાવે છે અને ‘તમારે છૂટક ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે, નહીતર તમારો ધંધો બંધ કરાવી દઈશ’ એમ કહીને વેપારી પાસેથી આઈફોનની માંગણી કરી હતી.
આઈફોન સાથે PIને રંગે હાથે પકડી પાડ્યો હતો
સમગ્ર ઘટનાને લઈને વેપારીએ ACBને જાણ કરી હતી, આ પછી ACBએ લાંચનું છટકું ગોઠવીને રૂપિયા 1.44 લાખની કિંમતના આઈફોન સાથે PIને રંગે હાથે પકડી પાડ્યો હતો. જાણવા મળ્યું હતું કે, આરોપી PI ટૂંક સમયમાં રિટાર્ડ થવાનો હતો. જ્યારે ACBએ આ લાંચ લેવાના કેસમાં આરોપી PI સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરત પાલિકાના 9 ઝોનમાંથી એક જ અધિકારીને 4 ઝોનનો કાર્યભાર સોંપાતા ચર્ચાઓ શરૂ