સુરત પાલિકાના 9 ઝોનમાંથી એક જ અધિકારીને 4 ઝોનનો કાર્યભાર સોંપાતા ચર્ચાઓ શરૂ
- સુરત પાલિકાની કચેરીમાં હજી પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થયો નથી
- પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર છે તેના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન ભરોસે
- અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવાથી પાલિકાનો વહીવટ પર અસર પડી રહી છે
સુરત પાલિકાના 9 ઝોનમાંથી એક જ અધિકારીને 4 ઝોનનો કાર્યભાર સોંપાતા ચર્ચાઓ શરૂ થઇ છે. આજે તો દેવ દિવાળીની ઉજવણી પણ થઈ ગઇ છે પણ સુરત પાલિકાના અધિકારીઓની દિવાળીની રજા પુરી થઈ નથી તેની અસર સીધી પાલિકાના વહીવટ પર થઈ રહી છે.
પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર છે તેના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન ભરોસે
સુરત પાલિકાના અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર છે તેના કારણે પાલિકાના અનેક ઝોન ભગવાન ભરોસે હોય તેવો માહોલ ઉભો થયો છે. તેમાં પણ હાલ અનેક અધિકારીઓ રજા પર હોવાના કારણે સુરત પાલિકાના નવ ઝોનમાંથી એક જ અધિકારીને ચાર ઝોનનો કાર્યભાર સોંપી દેવામાં આવ્યો છે જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત પાલિકાની કચેરીમાં હજી પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થયો નથી
સુરતમાં દિવાળીના વેકેશનનો માહોલ અન્ય ઓફિસમાં પૂરો થઈ ગયો છે પરંતુ સુરત પાલિકાની કચેરીમાં હજી પણ દિવાળીની રજાનો માહોલ પૂરો થયો નથી. દિવાળી દરમિયાન અનેક અધિકારી-કર્મચારીઓએ રજા મુકી હતી. તેમની રજામાં ઘટાડો કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ અનેક ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવાથી પાલિકાનો વહીવટ પર અસર પડી રહી છે.
ઈજનેર કમલેશ વસાવા પાલિકા તંત્રની મંજૂરી વિના જ ભૂગર્ભમાં ઉતરી ગયા
સુરત પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના લાંચ કેસમાં પાલિકાના વિરોધ પક્ષ આપના બે કોર્પોરેટરની ધરપકડ થઈ હતી અને તેમાં કાર્યપાલક ઈજનેર અને એ.આર.ઓ.ની. ભૂમિકા પણ બહાર આવી છે. ત્યારબાદ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પાલિકા તંત્રની મંજૂરી વિના જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમનો ચાર્જ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને સોંપી દેવામા આવ્યો છે.
આ પણ વાંચો: જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું