અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
અમદાવાદ, 15 નવેમ્બર : અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં આજે શુક્રવારે મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે અને તેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.
મળતી માહિતી મુજબ, આજે શુક્રવારે મોડી સાંજના ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે પાટણ, પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અચાનક જ ધ્રુજારી અનુભવતા લોકો પોતામાં ઘરની બહાર દોડી ગયા હતા.
આ ભૂકંપના આંચકા અંગે જાણવા મળ્યા મુજબ આજે (15 નવેમ્બર 2024) લગભગ રાત્રે 10 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દક્ષિણપૂર્વમાં નોંધાયું છે. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું છે.
આ પણ વાંચો :- દિલ્હીમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું, રૂ.900 કરોડનો જથ્થો જપ્ત કરાયો