ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બિહારમાં મોટા પાયે ધર્માંતરણનો ખેલ, પરિણીત મહિલાઓના સિંદૂર ધોયા, જૂઓ વીડિયો

Text To Speech
  • અલગ-અલગ ગ્રામીણ વિસ્તારોમાં ધર્મના પ્રચાર માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

બિહાર, 15 નવેમ્બર: દેશના અનેક ભાગોમાં ધર્મ પરિવર્તનની પ્રક્રિયા મોટા પાયે ચાલી રહી છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, બિહારમાં પણ સામૂહિક ધર્મ પરિવર્તનનો મામલો બહાર આવ્યો છે. અહીં અલગ-અલગ ગ્રામીણ વિસ્તારોમાં ધર્મના પ્રચાર માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બસ્કરમાં મોટા પાયે ધર્મ પરિવર્તન થયું છે. આટલું જ નહીં, પાદરીએ મહિલાઓને નદી પર લઈ જઈને તેમનું સિંદૂર પણ ધોઈ નાખ્યું હતું.

જૂઓ આ વાયરલ વીડિયો 


મળતી માહિતી અનુસાર, મામલો સિમરી પોલીસ સ્ટેશન વિસ્તારના નગપુરા ગામનો છે. જ્યાં પાદરીએ 50થી વધુ મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. તમામ પરિણીત મહિલાઓએ સજાવેલા સિંદૂરને પાદરી દ્વારા પોતાના હાથે ગંગાના જળથી ધોવામાં આવ્યું હતું અને સિંદૂર કાઢીને પાદરીએ મહિલાઓને ગંગામાં ડૂબાડી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે આ અંગે શું કર્યું?

વીડિયો બહાર આવ્યા બાદ પોલીસે પાદરીની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બક્સર એસપીએ કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે. આ વિસ્તારના લોકો પાદરી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: લોરેન્સ ગેંગના નિશાના પર શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પૂનાવાલા, જેલ પ્રશાસન એલર્ટ

Back to top button