ટ્રાવેલટ્રેન્ડિંગ

ડિસેમ્બરમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવી હોય તો પરફેક્ટ છે કસૌલી, શું જોશો?

Text To Speech
  • ડિસેમ્બરમાં કોઈ હિલ સ્ટેશન પર સમય પસાર કરવાનું વિચારી રહ્યા હો, તો કસૌલી જાવ. હિમાચલ પ્રદેશનું આ સુંદર હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર છે

HD ન્યુઝ ડેસ્કઃ જો તમે ડિસેમ્બરમાં કોઈ હિલ સ્ટેશન પર સમય પસાર કરવાનું વિચારી રહ્યા હો, તો કસૌલી જાવ. હિમાચલ પ્રદેશનું આ સુંદર હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. કસૌલીની સુંદરતાને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે છે. હિમાલયના ખોળામાં આવેલું આ નાનકડું શહેર તેની પ્રાકૃતિક સુંદરતા અને બ્રિટિશ યુગના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.

કસૌલીમાં પરિવાર સાથે સમય વિતાવવો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. જો તમને હિલ સ્ટેશન જવું ગમે તો કસૌલી એક સારો વિકલ્પ છે. જાણો કસૌલીના જોવાલાયક સ્થળો વિશે.

કસૌલીમાં જોવાલાયક 5 સ્થળો

ડિસેમ્બરમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવી હોય તો પરફેક્ટ છે કસૌલી, શું જોશો? Hum dekhenge news

મંકી પોઈન્ટ

કસૌલીમાં સૌથી ઊંચો પોઈન્ટ, મંકી પોઈન્ટ હિમાલયના શાનદાર શિખરોનો નજારો રજૂ કરે છે. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર જોઈ શકાય છે. અહીં તમે શાંતિપૂર્ણ પળો વિતાવી શકો છો.

ગોરખા કિલ્લો

આ કિલ્લો ગોરખા સૈનિકોની બહાદુરીનું પ્રતિક છે. આ સ્થાન તેના સ્થાપત્ય અને ઈતિહાસ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. જો તમે ઈતિહાસ જાણવાના શોખીન છો તો અચૂક અહીંની મુલાકાત લો.

ક્રાઈસ્ટ ચર્ચ

આ સુંદર ચર્ચ બ્રિટિશ કાળના સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. શાંત વાતાવરણમાં થોડો સમય વિતાવવા માટે આ એક ઉત્તમ સ્થળ છે.

ટિમ્બર ટ્રેલ

આ ટ્રેલ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં તમે ગાઢ પાઈન જંગલો વચ્ચે લટાર મારી શકો છો અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ લઈ શકો છો.

મોલ રોડ

અહીં તમને સ્થાનિક બજારો, રેસ્ટોરાં અને કાફે મળશે. તમે અહીંથી સ્થાનિક હસ્તકળાની વસ્તુઓ અને ખાદ્ય ચીજો ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ તમે આવો છો ને? 3-સ્ટાર હોટલ/રિસોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ 400 ટેન્ટ કચ્છ રણોત્સવમાં તમારી રાહ જૂએ છે

Back to top button