અક્ષય કુમાર વગર નહિ બને ‘સિંઘ ઈઝ કિંગ 2’, બે મોટા સ્ટાર્સ કરવાના હતા રિપ્લેસ
- ‘સિંઘ ઈઝ કિંગ 2’ અક્ષય કુમારની પરમિશન વગર બની શકશે નહીં, અગાઉ મેકર્સ આ ફિલ્મની સિક્વલ બીજા સાથે બનાવવાની યોજના કરી રહ્યા હતા
15 નવેમ્બર, મુંબઈઃ વર્ષ 2008માં રિલીઝ થયેલી ‘સિંઘ ઈઝ કિંગ’ એક્ટર અક્ષય કુમારની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. આ આઈકોનિક રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે કેટરીના સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે મેકર્સ આ ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તેની સિક્વલમાં બે મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા, જેઓ અક્ષયનું સ્થાન લેવાના હતા, પરંતુ હવે ચાહકો માટે સારા સમાચાર છે કે ‘સિંઘ ઈઝ કિંગ 2’ અક્ષય કુમારની પરમિશન વગર બની શકશે નહીં.
‘સિંઘ ઈઝ કિંગ’ની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ
નિર્માતા શૈલેન્દ્ર સિંહે તાજેતરમાં ‘સિંઘ ઈઝ કિંગ’ની સિક્વલ બનાવવાની જાહેરાત કરી હતી. આ સમાચારથી ચાહકોની ઉત્તેજના વધી ગઈ હતી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંઘ ઈઝ કિંગ 2માં અક્ષયની જગ્યાએ રણવીર સિંહ અથવા દિલજીત દોસાંજનું નામ આવ્યું હતું. અક્ષયની જગ્યા લેવાના સમાચારથી ચાહકો નિરાશ થયા હતા, પરંતુ હવે નવા સમાચાર મુજબ આ ફિલ્મમાં ખિલાડી કુમારને રિપ્લેસ કરી શકાશે નહીં કે તેની પરવાનગી વગર તેની સિક્વલ પણ બનાવી શકાશે નહીં.
અક્ષય વગર કેમ નહીં બની શકે ફિલ્મ?
એક મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર પાસે 50 ટકા આઈપી એટલે કે ઈંટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે. જેનો અર્થ એ થયો કે આ ફિલ્મની સિક્વલ અક્ષયની પરમિશન વિના બની શકે તેમ નથી. જેણે સિક્વલ બનાવવી હોય તેણે અક્ષયની પરવાનગી લેવી પડશે અને તેમાં તેનું ઈન્વોલ્વમેન્ટ પણ હશે. તેનો અર્થ એ છે કે અભિનેતા અને તેની ટીમ પાસે આ ફિલ્મના અધિકારો છે અને તેમની મંજૂરી વગર સિક્વલ બની નહીં શકે .
2008માં રિલીઝ થયેલી સિંઘ ઈઝ કિંગે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેના ડાયલોગ્સ અને સાઉન્ડટ્રેક હજુ પણ પોપ સંગીત પર પ્રભુત્વ ધરાવે છે.
આ પણ વાંચોઃ જાણીતા સિંગર બાદશાહ સામે FIR, જાણો શું છે કેસ