કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પોરબંદર નજીક દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 7 ઈરાનીની ધરપકડ

Text To Speech

પોરબંદર, 15 નવેમ્બર : ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો જાણે નશાના પદાર્થોની હેરાફેરી માટેનું હબ બની ગયો છે. અવારનવાર અહીંથી મોટાપાયે નશીલા પદાર્થો ઝડપાઈ છે ત્યારે આજે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે સાથે જ તેની હેરાફેરી કરતા 7 ઈરાની શખસોની પણ અટક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ 7 ઈરાની શખસો પણ તેની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો :- દેવેન્દ્ર ફડણવીસની બેટૂકઃ અજિત પવારને હાલ અમારી વાત નહીં સમજાય પણ..

Back to top button