અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગફોટો સ્ટોરીમધ્ય ગુજરાત

અમદાવાદના સિંધુભવન રોડ પર રૂ. 110 કરોડના ખર્ચે City Square બનાવવામાં આવશે

Text To Speech
  • વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની યશગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે

અમદાવાદ, 15 નવેમ્બર: અમદાવાદ શહેરને વધુ એક આગવી ઓળખ મળવા જઈ રહી છે. શહેરના સૌથી લોકપ્રિય ગણાતા સિંધુભવન રોડ ઉપર ખાસ સિટી સ્કેવર બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ City Squareને સિંધુભવન રોડ ઉપર આવેલા ઓક્સિજન પાર્કની નજીક તૈયાર કરવામાં આવશે. City Squareને બનાવવાની જવાબદારી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. ત્યારે આ City Squareને કારણે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની યશગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે.

City Square

 

City Squareને અધ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે

સિંધુભવન રોડ ઉપર 175 મીટર ઊંચાઈ ધરાવતું અનોખું City Square તૈયાર કરવામાં આવશે. આ City Squareના બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે. જેમાં અંદાજે 400 જેટલી કાર તેમજ 1500 જેટલા ટુવ્હીલર પાર્ક કરવાની સુવિધા આપવામાં આવશે અને City Squareમાં 40 મીટરની ઊંચાઈ પર બે ફ્લોર રેસ્ટોરન્ટ માટે ફાળવવામાં આવશે. જેમાં એક સાથે 900 લોકો બેસીને જમી શકશે. આ ઉપરાંત City Squareમાં નાગરિકો માટે સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવશે.

આ City Squareનું આશરે 110 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે એવો અંદાજ છે. City Squareની છત પરથી એકસાથે 75 લોકો સંપૂર્ણ અમદાવાદનો નજારો નિહાળી શકશે, કારણ કે આ City Squareને એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે રીતે વિકસિત દેશ જેમ કે, ન્યૂયોર્કમાં આવેલું City Square. તે ઉપરાંત લોઅર ગ્રાઉન્ડમાં શોપ્સ અને આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવશે. આ બિલ્ડિંગમાં ગાર્ડન, ફૂડ કોર્ટ, બેસવાની વ્યવસ્થા, વોટર ફાઉન્ટેન વગેરે ડેવલપ કરી એક અર્બન પ્લાઝા તરીકે વિકસાવવામાં આવશે. 175 મીટરના આ ટાવરની વચ્ચે 40 મીટરની ઊંચાઈ ઉપર બે ફ્લોરમાં રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં 900 લોકો બેસીને મનપસંદ ભોજનનો સ્વાદ માણી શકશે.

આ પણ જૂઓ: ગુજરાત સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો

Back to top button