ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આવતા સપ્તાહે ખુલી રહ્યો છે NTPC ગ્રીન એનર્જીનો IPO, જાણો દાવ લગાવવો જોઈએ કે નહીં

Text To Speech

NTPC Green Energy IPO: આગામી સપ્તાહે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ ભરણા માટે ખૂલી રહ્યો છે. આઈપીઓની સાઇઝ 10,000 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ ધ્વારા 92.59 કરોડ ફ્રેશ શેર ઈસ્યુ કરશે. એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ 22 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેંડ 102 રૂપિયાથી 108 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ આઈપીઓની લોટ સાઇઝ 108 શેરની છે. આ કારણે રોકાણકારોએ ઓછામાં ઓછું 14904 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એનટીપીસી ગ્રીન એનર્જી પર દાવ લગાવનારા રોકાણકારોને 25 નવેમ્બરે શેરનું એલોટમેન્ટ કરવામાં આવશે, 27 નવેમ્બરે શેરનું લિસ્ટિંગ થશે.

કંપની તરફથી આઈપીઓ પર દાવ લગાવનારા કર્મચારીને શેર પર 5 રૂપિયાની છુટ આપવામાં આવશે. આઈપીઓ માટે 75 ટકા હિસ્સો ક્વોલિફાઇઢ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ છે. રિટેલ રોકાણકારો માટે 10 ટકા હિસ્સો રિઝર્વ રહેશે. નોન ઈન્સ્ટીટ્યુશન ઈન્વેસ્ટર્સ માટે 15 ટકા જ રિઝર્વ છે.

ગ્રે માર્કેટમાં કેવી છે સ્થિતિ

આઈપીઓની ગ્રે માર્કેટમાં સ્થિતિ સારી નથી. ઈન્વેસ્ટર્સ ગેન રિપોર્ટ પ્રમાણે, આઈપીઓ 3 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. મહત્તમ જીએમપી 25 રૂપિયા થઈ હતી, જ બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે. જીએમપીમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ માર્કેટનો ટ્રેન્ડ છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઇથી 10 ટકા ઘટી ચૂક્યા છે.

નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી  માટે છે. કોઈ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો. શેરબજારમાં રોકાણ જોખમો પર આધારિત છે. એચડી ન્યૂઝ ક્યારેય કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.

આ પણ વાંચોઃ Swiggy ના લિસ્ટિંગથી રોકાણકારો હેરાન, પ્રથમ દિવસે જ થઈ આટલી કમાણી!

Back to top button