ગુજરાતટ્રેન્ડિંગ

ભરૂચના તુલસીધામ શાકમાર્કેટમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, વીજ પુરવઠો ખોરવાયો

Text To Speech

ભરૂચ, ૧૫ નવેમ્બર, રાજ્યમાં અનેક જગ્યાએ દિવસે અને દિવસે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભરૂચ પાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હતું. મોડી રાત્રે લાગેલ આગના પગલે જાનહાની ટળી હતી.

આજ રોજ વહેલી સવારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ શાકમાર્કેટમાં આવેલી વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી. જેનાં કારણે આસપાસના તમામ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આગ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને કરતા તેઓ મીની ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવી હતી ત્યારબઆડ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં વીજ ટ્રાન્સફોર્મર બળી ગયું હોય વીજ કંપનીના કર્મીઓએ પણ સ્થળ પર પહોંચી તેને બદલવાની કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો…ગુજરાત: અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર કાર ચાલકને ઝોંકુ આવતા ભયંકર અકસ્માત, 3 લોકોના મૃત્યુ

Back to top button