પાકિસ્તાનમાં 3 મહિના માટે લગ્નો પર પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
લાહોર, તા.15 નવેમ્બર, 2014: પાકિસ્તાનનું લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. રિપોર્ટ મુજબ, આશરે 15,000 લોકોને શ્વાસની તકલીફ, અસ્થમા તેમજ શ્વાસ સંબંધી સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સમયે લાહોર તેની હરિયાળી તેમજ બાગ-બગીચાના કારણે વિશ્વમાં જાણીતું હતું. પરંતુ હવે વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આ સમસ્યાનું મુખ્ય કારણે વાહનોમાંથી નીકળતો ધૂમાડો, બાંધકામના સ્થળે ઉડતી ધૂળ અને ઔદ્યોગિક પ્રદૂષણ છે.
બાળકો અને હાર્ટના દર્દીની સંખ્યા વધી
રિપોર્ટ્સ મુજબ, લાહોરની હોસ્પિટલમાં સુકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, નિમોનિયા તથા માથામાં દુખાવા જેવી સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા વધી છે. મેયો હોસ્પિટલમાં 4000થી વધારે, જિન્ના હોસ્પિટલમાં 3500થી વધારે, ગંગારામ હોસ્પિટલમાં 3000 જેટલા અને ચિલ્ડ્રન હોસ્પિટલમાં 2000થી વધારે દર્દી દાખલ છે. પાકિસ્તાનના ડોક્ટર અશરફ જિયાએ બાળકો, અસ્થમા અને હૃદયના દર્દીને ધુમ્મસના સીધા સંપર્કમાં ન આવવા ચેતવણી આપી છે.
લગ્નો પર 3 મહિના માટે પ્રતિબંધ
નાસાના મૉડર્ટ રેઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટર રેડિયોમીટરે ઉત્તર પાકિસ્તાનમાં છવાયેલા ધુમ્મસની તસવીર શેર કરી છે. નાસાના એમઓડીઆઈએએસે કહ્યું, નવેમ્બરની શરૂઆતથી જ ઉત્તર પાકિસ્તાના આકાશમાં ધુમ્મસની મોટી ચાદર છવાઈ ગઈ છે. તેની હવાની ગુણવત્તા બગડી છે. સ્કૂલો બંધ થઈ ગઈ છે અને સેંકડો લોકો હોસ્પિટલમાં દાખલ છે. પાકિસ્તાન ધુમ્મસના સંકટથી બચવા શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે. લગ્નો પર 3 મહિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તાત્કાલિક કોઈ ઉપાય ન કરવામાં આવે તો સ્થિતિ બગડી શકે છે. સરકારે પ્રદૂષણ ફેલાવતાં સ્ત્રોતો પર નિયંત્રણ લગાવવું જોઈએ. આ ઉપરાંત લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ અને એર પ્યૂરીફાયરનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચોઃ વડોદરામાં દુષ્કર્મની કોશિશથી યુવતીએ પ્રૌઢના ગુપ્તાંગ પર ચપ્પુ માર્યું, જાણો વિગત