‘ડોલી ચાયવાલા’ની મહારાષ્ટ્રમાં BJPના ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી, આ દિગ્ગજ નેતા સાથે દેખાયો
- વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું
મુંબઈ, 15 નવેમ્બર: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024ની તારીખ હવે ખૂબ નજીક છે. આ કારણોસર તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. હવે નેતાઓ પણ પોતાની પ્રસિદ્ધિ માટે સેલિબ્રિટીની મદદ લઈ રહ્યા છે. ગુરુવારે નાગપુરમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નાગપુર પૂર્વના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત પ્રચાર સભામાં પ્રખ્યાત ડોલી ચાયવાલાએ હાજરી આપી હતી. પ્રચાર દરમિયાન તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે જોવા મળ્યા હતા. જેને ફોટો નેતા કૈલાશ વિજયવર્ગીયે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
नागपुर पूर्व विधानसभा क्षेत्र में भारतीय जनता पार्टी के पन्ना प्रमुख एवं पन्ना समिति के कार्यकर्ताओं के साथ बैठक कर महाराष्ट्र विधानसभा चुनाव के संबंध में चर्चा की।
जोश से भरे कार्यकर्ताओं ने भाजपा की महाविजय के लिए प्राण प्रण से जुटने का संकल्प लिया। इस अवसर पर भाजपा प्रत्याशी… pic.twitter.com/pwOHDG4Q3M
— Kailash Vijayvargiya (@KailashOnline) November 13, 2024
કૈલાશ વિજયવર્ગીયએ શું કહ્યું?
બીજેપીના પ્રચારમાં ડોલી ચાયવાલા સાથેની તસવીર શેર કરતી વખતે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ લખ્યું કે, “નાગપુર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પન્ના પ્રમુખ અને પન્ના કમિટીના કાર્યકર્તાઓ સાથે બેઠક અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા કરી. કાર્યકર્તાઓએ સખત મહેનત કરવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર કૃષ્ણા ખોપડે સહિત અનેક પક્ષના સભ્યો હાજર રહ્યા હતા.
ચૂંટણી ક્યારે છે?
મહારાષ્ટ્રમાં, 20મી નવેમ્બરે રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં એક સાથે મતદાન થશે. તે જ સમયે, મતદાનના 3 દિવસ પછી 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
આ પણ જૂઓ: મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં ટેક્સ ભરનાર અમીરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો