ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં ઠંડીનો ચમકારો, લઘુત્તમ તાપમાન 19.0 ડીગ્રી નોંધાયું

Text To Speech
  • હાલાર પંથકમાં હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ
  • છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ
  • પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કીમીની ઝડપે રહી હતી

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે રાત્રે પ્રથમ વખત ઠંડીનો ચમકારો વધ્યો હતો, અને ઠંડીનો પારો 20.0 ડિગ્રીથી નીચે ઉતરીને 19.5 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેથી રાત્રિના સમયે ઠંડીનો હેસાસ થયો હતો.

છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ

સવારે નજીવો વધારો જોવા મળ્યો છે, અને લઘુત્તમ તાપમાન 19.0 ડીગ્રી નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સવારથી ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે.

હાલાર પંથકમાં હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ

દરમિયાન સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન 33.5 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કીમીની ઝડપે રહી હતી. હાલાર પંથકમાં હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: મતદારયાદી સુધારણા અંતર્ગત રાજ્યભરમાં ખાસ ઝુંબેશ યોજવામાં આવશે

Back to top button