વ્યક્તિએ રમત-રમતમાં ખભા પર ઉઠાવી લીધો એનાકોન્ડા! પછી શું થયું? જૂઓ વીડિયો
- ટ્રેન્ડિંગમાં રહેવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ખતરનાક રીલ્સ બનાવે છે
HD ન્યૂઝ ડેસ્ક, 14 નવેમ્બરઃ લોકો હાલ ઈન્ટરનેટ પર ખતરનાક પ્રાણીઓના ઘણા વીડિયો બનાવી રહ્યા છે. ચર્ચામાં રહેવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રીલ્સ બનાવે છે. આ દરમિયાન એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વિશાળકાય એનાકોન્ડા સાથે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વીડિયોમાં જાયન્ટ ગ્રીન એનાકોન્ડા જે ક્ષણભરમાં શરીર પર ચોંટી જવાથી કોઈને મારી શકે છે, તે વ્યક્તિના ગળામાં લપટાયેલો જોવા મળે છે.
વ્યક્તિએ વિશ્વના સૌથી જાયન્ટ સાપ ગણાતા વિશાળ લીલા એનાકોન્ડાને પોતાના ખભા પર લઈને સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તાજેતરમાં, એક વાયરલ રીલમાં માઈક હોલ્સ્ટન નામનો વ્યક્તિ એક વિશાળ લીલા એનાકોન્ડાને ઉપાડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં, તે ખુશીથી વિશાળ એનાકોન્ડાને ખભા પર ઉઠાવતો જોવા મળે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
જૂઓ અહીં વીડિયો
View this post on Instagram
એનાકોન્ડા ગળાની આસપાસ ખતરનાક રીતે લપેટાઈ ગયો
હકીકતમાં, આ વ્યક્તિનું નામ માઈક હોલસ્ટન છે. જેણે @therealtarzann હેન્ડલ પરથી ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં, તે તેના ખભા પર એક વિશાળકાય એનાકોન્ડા સાથે જોવા મળે છે. સાપ પણ તેના શરીર અને ખભા પર ખતરનાક રીતે લપેટાયેલો જોવા મળે છે. મતલબ, જો સહેજ પણ ભૂલ થઈ, તો એનાકોન્ડા તેની પકડ મજબૂત કરી શકે છે અને વ્યક્તિને ખાઈ શકે છે.
ખતરનાક સાપ ધરાવતા વ્યક્તિના ઘણા વીડિયો છે
માઈક હોલસ્ટને વિશ્વના સૌથી ભારે સાપ, લીલા એનાકોન્ડાને ઉપાડીને ઈન્ટરનેટ પર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે અવારનવાર સોશિયલ મીડિયા પર સાપ, મગર અને અન્ય ખતરનાક સરિસૃપ સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. તેને સરિસૃપ પ્રેમી માનવામાં આવે છે.
યુઝર્સે વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી
આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું કે, “આ સાપ એક સારા માણસને આખો ગળી જશે.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, તો તે ફિલ્મ ‘એનાકોન્ડા’ શું માત્ર લોકોને ડરાવવા માટે હતી? આ ફિલ્મે લોકોને ખોટી જાણકારી આપી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ જૂઓ: સોશિયલ મીડિયા પર હીરો બનવા પાકિસ્તાની ઇન્ફ્લુએન્સરે ટાઈગરના મોંમાં નાખ્યો હાથ, જૂઓ વીડિયો