ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રદૂષણને લઈ દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરી, મુસાફરોને કરી આ વિનંતી

Text To Speech

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2024: દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં મુસાફરોને તેમની ઉડાન અંગે લેટેસ્ટ અપડેટ માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા જણાવાયું છે. એડવાઇઝરીમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી  એરપોર્ટ પર તમામ ઉડાન હાલ સામાન્ય છે.

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ સવારે 7 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર લૉ વિઝિબિલિટીની સ્થિતિમાં ઉપયોગી વિશેષ સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. તમામ ફ્લાઈટ ઓપરેશન્સ હાલમાં સામાન્ય છે. DIAL એ મુસાફરોને ફ્લાઇટની નવીનતમ માહિતી માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરી હતી.

બુધવારે લૉ વિઝિબિલિટીને કારણે ઓછામાં ઓછી 10 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ફ્લાઇટ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ પરથી રોજની 1400 જેટલી ફ્લાઇટ ઓપરેટ થાય છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં હવા પ્રદૂષણમાં ખૂબ વધારો થયો છે. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનમાં પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવી છે.  દિલ્હીમાં એક્યુઆઇ 400ને પાર ગયો હતો જે ખરેખર ચિંતાજનક છે. દિલ્હીના 36માંથી 32 વિસ્તારમાં પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં છે. જ્યારે એક્યુઆઇ 450થી વધી જાય છે ત્યારે તેને ખૂબ જ ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં પોલીસ ફરિયાદ થઈ દાખલ, ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ

Back to top button