આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એફબીઆઈએ પોલીમાર્કેટના સીઈઓના એપાર્ટમેન્ટ પર પાડ્યો દરોડો, ટ્રમ્પની જીતની કરી હતી સચોટ ભવિષ્યવાણી

Text To Speech

વોશિંગ્ટન, તા.14 નવેમ્બર, 2024: અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ હતી. આ અંગે પોલીમાર્કેટે સચોટ આગાહી કરી હતી. જેને લઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) એ પોલીમાર્કેટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) શાઇની કોપલાનના મેનહટન એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, એફબીઆઇએ સીઇઓ કોપલાનને તેના સોહો એપાર્ટમેન્ટમાં સવારે 6 કલાકે દરોડા પાડીને ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લીધા હતા. એફબીઆઇએ દરોડાનું ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ કેટલાક માને છે કે તે રાજકીય પ્રેરિત હોઈ શકે છે. પોલીમાર્કેટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સરખામણીએ ટ્રમ્પની જીતની વધુ સંભાવના દર્શાવી હતી. સૂત્રોના કહેવા મુજબ, પોલીમાર્કેટે ચૂંટણી પરિણામોમાં કઈંક ગરબડ કરી છે તેવો અમેરિકન સરકાર આક્ષેપ કરી શકે છે.

પોલીમાર્કેટના પ્રવક્તાએ શું કહ્યું?

પોલીમાર્કેટના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે કોપલાનની ધરપકડ કરવામાં આવી નથી અને તેની સામે કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે તેમનું મંચ સંપૂર્ણપણે પારદર્શક છે અને તે લોકોને ચૂંટણી સહિત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવાનું કામ કરે છે.

 પોલીમાર્કેટે ટ્રમ્પની 58.60 ટકા જીતની આગાહી કરી હતી

પોલીમાર્કેટે ચૂંટણી પહેલા ટ્રમ્પની જીતની 58.6 ટકા તક અને કમલા હેરિસની જીતની 41.4 ટકા તકની આગાહી કરી હતી. વઆ વર્ષની શરૂઆતમાં, ફોર્બ્સે એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પ તરફી અબજોપતિ પીટર થિએલે પ્લેટફોર્મને 7 કરોડ ડોલરનું ભંડોળ આપ્યું હતું.

2022 માં, પોલીમાર્કેટને અમેરિકામાં તેનો વેપાર બંધ કરવાની ફરજ પડી હતી અને એજન્સીમાં નોંધણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન સાથે ચાર્જ પતાવટ કરવા માટે 1.4 મિલિયન ડોલરનો દંડ પણ ચૂકવવો પડ્યો હતો.

આ પણ વાચોઃ USA: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની વરણી કરી? જાણો કોણ છે

Back to top button