ગાંધીનગર: રાજયમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી ખાતાઓમાં બદલીના દોર ચાલી રહ્યા છે. જેમાં પોલીસ ઇન્સ્પેકટરની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. રાજયના અલગ-અલગ જગ્યાએ ટોટલ 55 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ચુંટણી પહેલા પોલીસ વહીવટ દ્વારા પોલીસ ઇન્સ્પેકટરોને તેમની બદલી કરી ને વિવિધ જગ્યાએ ટ્રાન્સ્ફર કરવામાં આવી છે.તેમાં એચ.વી સીસારા, એ.કે.ભરવાડ, એ.એસ ચાવડા, કે.એસ વાળા , એમ. કે ચોધરી , એન.ડી નકુમ, બી.એમ ચોધરી, બી.ડી.શાહ, આર.ડી ગોજીયા, બી.એમ રાઠવા, પી.એચ.વસાવા, એમ.પી હિંગળાદીયા, વી.ડી મંડોરા સહિતના પોલીસ ઇન્સ્પેકટરની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. રાજકોટના 4 PIની પણ બદલી કરવામાં આવી છે. આ PIમાં શહેરના 3 અને ગ્રામ્યમા 1PI સામેલ છે. PI કે.એ.વાળાની મોરબીમાં, PI એ.એસ. ચાવડાની ગીર સોમનાથમાં અને જે. એમ .વાઘેલાની CDOમાં બદલી કરવામાં આવી છે. સાથે ગ્રામ્યના PI એસ.એમ.જાડેજાની સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે, જ્યારે અમરેલીના PI એલ.કે.જેઠવાની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. DGP આશિષ ભાટિયાએ વહીવટી કારણોસર આ બદલીના આદેશ કર્યા છે.