ફૂડહેલ્થ

શું તમે પણ નાસ્તામાં લો છો આ ફૂડ આઇટમ્સ ? સાવધાન, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

Text To Speech

તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવા માટે ક્યારે શું ખાવું તે અત્યંત મહત્વનુ છે. તમે ક્યારે શું ખાઓ છો અને કેવું ખાઓ છે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર ઘણી જ અસર કરે છે. દિવસ દરમ્યાન આપણે વધુમાં વધુ 4 થી 5 વખત કઈકને કઈક ખાતા હોઈએ છીએ. તેમાં સવારનો નાસ્તો અત્યંત મહત્વપૂર્ણ છે. કારણે કે 6 7 કલાકની ઊંઘ બાદ આપણે દિવસની શરૂઆતમાં પ્રથમવાર કઈક પેટમાં નાખતા હોઈએ છીએ તે માટે થઈને સવારના નાસ્તાનું ઘણું મહત્વ હોય છે. એવું કહેવાય છે કે ઉઠતાંવેંત લોકો એ 40 મિનિટમાં કઈકને કઈક જમી લેવું જોઈએ જેથી કરીને મેટાબોલીઝમ સ્લો ન થાય. પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે સમજ્યા વગર કઈક પણ ખાય લઈએ. હર ઝિંદાગી ડોટ કોમના એક રિપોર્ટ પ્રમાણે, હોસ્પિટલના ડાયટિશિયન કેટલીક એવી ખાદ્ય ચીજો વિશે જણાવી રહ્યાં છે, જે તમારે નાસ્તામાં ટાળવી જોઈએ.

ફ્રુટ જ્યુસ : કામ-કાજ કે ઓફિસ જવાની ઉતાવળમાં લોકો પેક્ડ ફ્રુટ કે ફ્રુટ જ્યુસ પીવે છે. આપણને લાગે છે કે સવારમાં ફ્રૂટ જ્યુસ એ હેલ્થી બ્રેકફાસ્ટ છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. જ્યારે પેકેજ્ડ ફળોના રસમાં ક્ધસન્ટ્રેટ શુગર અને પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તાજા ફળોના રસમાંથી ફાઇબરનું પ્રમાણ પણ ગાયબ થઈ જાય છે. જ્યારે નાસ્તામાં, તમારે પ્રોટીનની સાથે-સાથે ફાઈબર પર પણ સમાન ધ્યાન આપવું જોઈએ જેથી કરીને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને તમે વધુ પડતું ખાવાથી અથવા મચિંગ કરવાથી બચી શકો.

મીઠી વસ્તુઓને કહો ના : તમારે દિવસની શરૂઆતમાં ખાંડયુક્ત ખાદ્ય પદાર્થો અથવા હાઇ સુગર રેસલ્સને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. વાસ્તવમાં, જ્યારે તમે નાસ્તામાં જ વધુ પડતી ખાંડનું સેવન કરો છો, તો તમારું વજન વધવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આ સિવાય તે ટાઇપ-2 ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધારે છે. નાસ્તામાં ખાંડવાળી વસ્તુઓ ખાવાનો અર્થ એ છે કે તમે તમારા આહારમાં વધારાની કેલરી ઉમેરી રહ્યા છો.

બટર ટોસ્ટ : આજકાલ ભારતીય લોકો પોતાના નાસ્તામાં સવારે બટર ટોસ્ટનો સામાન્ય રીતે સમાવેશ કરી રહ્યા છે. પરંતુ આ વાત તેમના સ્વાસ્થય માટે અત્યંત લાભકારી નથી. કારણ કે બજારમાં માલ્ટા બટરમાં ફેટ ક્ધટેન્ટ વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે બ્રેડ તો મેદાત્ઝ્જિ તૈયાર કરવામાં આવે છે જે સવાસ્થ્ય માટે જરા પણ તંદુરસ્ત નથી. આવી સ્થિતિમાં, જો તમે સિમ્પલ ટોસ્ટ બટર ખાશો તો તે તમારા શરીરને ચરબીયુક્ત બનાવશે. તેથી તેને ટાળો. જો તમારે ટોસ્ટ ખાવાનું હોય, તો તમે મલ્ટિગ્રેન બ્રેડ સાથે સાદી બ્રેડને સ્વિચ કરો. ઉપરાંત, ટોસ્ટમાં કાકડી, ટામેટા વગેરે જેવા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરો જેથી તમારા નાસ્તામાં ફાઈબર ઉમેરી શકાય.

મફિન્સ અને પેનકેક : ઘણા લોકો સવારના નાસ્તામાં મફિન્સ અને પેનકેક ખાવાનું પસંદ કરે છે. પરંતુ હકીકતમાં તેને નાસ્તાનો સારો વિકલ્પ પણ માનવામાં આવતો નથી. આપને જણાવી દઈએ કે તે મેદાથી તૈયાર કરવામાં આવે છે અને તે એક રિફાઈન્ડ શુગર છે. જ્યારે તમે તેનું સેવન કરો છો, ત્યારે તે જલ્દી જ એનર્જિમાં ક્ધવર્ટ થઈ જશે અને વધારાની કેલરી તરીકે તમારા શરીરમાં સ્ટોર થઈ જશે. શકય છે કે એના લીધે તમે ઓબેસિટી તરફ દોરી જશે. આપને જણાવી દઈએ કે આમાં પ્રોટીન નહિવત હોય છે, જ્યારે કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે. જ્યારે સલાહ આપવામાં આવે છે કે નાસ્તો હંમેશા પ્રોટીનયુક્ત હોવો જોઈએ. જો તમારે પેનકેક બનાવવી હોય તો મેદાને બદલે ચણાનો લોટ વાપરો.

Back to top button