ટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Starlink: શું ભારતના દરેક ગામમાં મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ? વાવાઝોડું કે વરસાદ પણ બિનઅસરકારક

  • ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લાયસન્સ મેળવવા માટે કરી રહી છે કામ 

HD ન્યૂઝ ડેસ્ક, 13 નવેમ્બર: ભારતમાં ઈન્ટરનેટ સર્વિસનો અંદાજ હવે બદલાવાનો છે, કારણ કે ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સર્વિસ દેશમાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી શકે છે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, ઈલોન મસ્કની માલિકીની કંપની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા માટે લાઇસન્સ મેળવવા માટેની જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે. આવી સ્થિતિમાં, ભારતીયોને સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની સુવિધા મળશે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. મહત્ત્વપૂર્ણ છે કે, સ્ટારલિંકની ઈન્ટરનેટ સર્વિસ ઘણી અલગ છે કારણ કે તેના કનેક્શન માટે કોઈ વાયરને અંડરગ્રાઉન્ડ કરવાની જરૂર નથી અને ન તો કોઈ મોબાઈલ ટાવર લગાવવામાં આવે છે, પરંતુ સ્ટારલિંકના આગમન સાથે ભારતમાં યુઝર્સનો ઇન્ટરનેટ અનુભવ બદલાઈ જશે.

સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શું છે?

સ્ટારલિંક એ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તે વાયર, કેબલ અને મોબાઈલ ટાવર વગરના દૂરના ગામડાઓમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને કોલિંગ સુવિધા પૂરી પાડે છે. તે વૈશ્વિક બ્રોડબેન્ડ નેટવર્ક છે, જે લોઅર અર્થ ઓર્બિટ આધારિત સેટેલાઇટ સિસ્ટમ પર કામ કરે છે.

દરેક ગામમાં પહોંચશે ઈન્ટરનેટ 

હકીકતમાં, મોટાભાગની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ બ્રોડબેન્ડ ડેટા મોકલવા માટે ફાઈબર ઓપ્ટિક કેબલ જેવી મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. આ કારણે શહેરોમાં ઇન્ટરનેટ સારી રીતે કામ કરે છે પરંતુ દૂરના વિસ્તારો, પહાડો કે અલગ-અલગ ગામડાઓમાં સ્પીડ ઉપલબ્ધ થતી નથી. કારણ કે, આ વિસ્તારોમાં કેબલ નાખવાનું મુશ્કેલ બને છે. પરંતુ, સ્ટારલિંક કેબલ ફ્રી ઇન્ટરનેટ પ્રદાન કરે છે, તેથી તે ગામડાઓમાં પણ સરળતાથી કામ કરે છે.

ભારે વરસાદમાં પણ ઈન્ટરનેટ કામ કરશે

સ્ટારલિંક પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં હજારો ઉપગ્રહોનો ઉપયોગ ઘરો અને ઓફિસોમાં સીધા ઇન્ટરનેટ સિગ્નલ મોકલવા માટે કરે છે. સ્ટારલિંકના ઉપગ્રહો પૃથ્વીની ખૂબ નજીક છે, તેથી તેઓ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ અને અવિરત ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ વીડિયો કૉલ્સ અને ઑનલાઇન ગેમિંગના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખે છે. સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ભારે વરસાદ અને ખરાબ હવામાન(વાવાઝોડું)માં પણ સારી રીતે કામ કરે છે.

સ્ટારલિંકની ઇન્ટરનેટ સ્પીડ કેટલી છે?

સ્ટારલિંક નાના ઉપગ્રહોની શ્રેણી દ્વારા હાઇ-સ્પીડ ડેટા પ્રદાન કરે છે. સ્ટારલિંક સેવા 150 મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ (Mbps) ઇન્ટરનેટ સ્પીડ પૂરી પાડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેની સાથે સરખામણી કરી શકે તેવી કોઈ કંપની નથી. સ્ટારલિંક હાલમાં 36 દેશોમાં હાજર છે.

આ પણ જૂઓ: સુનીતા વિલિયમ્સની કેવી છે તબિયત? પોતે આપ્યો જવાબ; જાણો વજન ઘટી જવા વિશે શું કહ્યું

Back to top button