ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના વિવાદાસ્પદ પ્રકરણમાં રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા

Text To Speech
  • યુ. એન. મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ તપાસ કરશે
  • દર્દીઓની જાણ બહાર બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાખી દેતા વિવાદ થયો
  • તમામ પ્રકરણની તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાખી દેવાના વિવાદાસ્પદ પ્રકરણની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. યુ. એન. મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની એક ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. દર્દીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી તેની તપાસ કરવામાં આવશે. તમામ પ્રકરણની તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે.

આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગા સબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે.

રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે

બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડોક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: આણંદ જિલ્લાના ઉમરેઠ BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીની બળાત્કાર કેસમાં ધરપકડ

Back to top button