ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્રએ સેકસ ચેન્જ કરાવ્યું, જુઓ તેનું આ ટ્રાન્સફોર્મેશન
મુંબઈ, ૧૨ નવેમ્બર, લિંગ પરિવર્તન કરાવવું સામાન્ય વાત બની ગઈ છે. ઘણા લોકો તેમના લિંગમાં ફેરફાર કરાવે છે એટલે કે છોકરામાંથી છોકરી અથવા છોકરીમાંથી છોકરો બની જાય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ ડાયરેક્ટર સંજય બાંગરનો પુત્ર આર્યન બાંગર હવે વિમેન્સ ક્રિકેટમાં રમવા તત્પર છે. તેણે જાતિ પરિવર્તન (સેક્સ ચેન્જ) કર્યું છે જેને કારણે તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તાજેતરમાં જ આર્યન બાંગરે જાતિ પરિવર્તન કર્યું છે અને તે હવે છોકરામાંથી છોકરી બની ગયો છે.
View this post on Instagram
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને બૅટિંગ કોચ સંજય બાંગરના દીકરા આર્યન બાંગરેએ ઑપરેશન વડે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું છે. આર્યને લિંગ પરિવર્તનના પહેલા અને પછીની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આર્યને લિંગ પરિવર્તન કરાવતા તેણે પોતાનું નામ પણ બદલીને અનાયા કરી દીધું છે. તેની આ તસવીરોથી સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર પોતાના ટ્રાન્સફોર્મેશન જર્ની શૅર કરતી વખતે તેણે જણાવ્યું કે તેણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી કરાવી હતી. હવે 10 મહિના પછી તે છોકરામાંથી છોકરી બની ગયો છે.
આર્યન, જે હવે અનાયા બની ગયો છે, તે છોકરીની જેમ કપડાં પહેરીને તેની તસવીરો પોસ્ટ કરી રહ્યો છે. જેમાં તેનું સંપૂર્ણ બદલાયેલું રૂપ દેખાઈ રહ્યું છે. ક્યારેક તે કપાળે બિંદી સાથે સૂટ પહેરેલી જોવા મળી હતી, તો ક્યારેક તે શોર્ટ્સમાં જિમ કરતી દેખાઈ રહી છે. પુરૂષ ક્રિકેટર તરીકે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલા સંજય બાંગરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલીની ટીમ એટલે કે રોયલ ચેલેન્જર્સ બંગ્લોરુંને કોચિંગ પણ આપ્યું છે. તેમના પુત્ર આર્યને અનાયા બનવાનો નિર્ણય કર્યો અને હવે તેની મુશ્કેલ સફર દરેક સાથે શેર કરી છે. પુરુષમાંથી સ્ત્રીમાં બદલાયા બાદ આર્યન એટલે કે અનાયાએ રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 10 મહિનાના હોર્મોનલ ચેન્જના સંઘર્ષનો વીડિયો દરેક સાથે શેર કર્યો છે.
સર્જરીના લગભગ 11 મહિના બાદ આ ક્રિકેટરે અનાયા બનીને પોતાની અલગ ઓળખ મેળવી છે. તેણે કહ્યું કે આ મુશ્કેલ નિર્ણય બાદ તેણે ક્રિકેટ છોડવું પડશે. તેણે પોસ્ટમાં લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે રમત છોડી દેવી પડશે જે મારો જુસ્સો અને મારો પ્રેમ હતો. હું ખૂબ જ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહી છું. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) કરાવ્યા બાદ ટ્રાન્સ વુમન બન્યા બાદ શરીરમાં ઘણો બદલાવ આવ્યો છે. તેને સ્નાયુઓ, તાકાત અને એથ્લેટિક ક્ષમતાઓ ગુમાવી દીધી છે જેના પર તે એક સમયે નિર્ભર હતો. જે રમતને હું લાંબા સમયથી પ્રેમ કરતો હતો તે પણ મારાથી દૂર થઈ રહી છે.
આ પણ વાંચો….હિન્દુ યુવાનોને તેના માતા-પિતા સારા સંસ્કાર નથી આપતા, જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન