10 જાન્યુઆરી સુધી રાહુના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિઓને ફાયદો
- રાહુ 10 જાન્યુઆરી 2025 સુધી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. રાહુના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને ખૂબ ફાયદો થશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુના રાશિ પરિવર્તનની અસર દેશ અને દુનિયા તેમજ માનવજીવન પર પડે છે. રાહુ 10 નવેમ્બર 2024ના રોજ રાત્રે 11:31 વાગ્યે નક્ષત્ર પરિવર્તન કરી ચૂક્યો છે. રાહુએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા સ્થાનથી બીજા સ્થાને ગોચર કર્યું છે. રાહુ 10 જાન્યુઆરી 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે અને ત્યાર બાદ તે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રથી રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. રાહુના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને ખૂબ ફાયદો થશે. જાણો કોના માટે રહેશે શુભ.
વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર શુભ રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. પૈસા જૂના માર્ગથી પણ આવશે. વિવાહિત જીવન સુખમય રહેશે. તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.
કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના લોકોને રાહુના પ્રભાવથી શુભ ફળ મળશે. વેપારીઓ માટે લાભદાયક સમય સર્જાશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. પ્રવાસમાં લાભ થશે. પ્રગતિની તકો મળશે.
તુલા (ર,ત)
રાહુનું પરિવર્તન તુલા રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો છે. વેપારી માટે સારી સ્થિતિ રહેશે. નવા કાર્યની શરૂઆત કરવાની તક મળશે. કેટલાક લોકોને વિદેશ જવાની તક મળી શકે છે.
ધન (ભ,ધ,ફ)
રાહુની સ્થિતિ ધન રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. ઘરમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્ય થઈ શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.
આ પણ વાંચોઃ ફાગણ મહિનામાં કરો ખાટૂ બાબાની નિશાન યાત્રા, દૂર ભાગશે દરેક સંકટ