અમદાવાદમાં 40 કરોડના ખર્ચે બ્રિજ બન્યો, હવે તોડીને નવો બનાવાના 113 કરોડથી પણ વધુ થશે
- મ્યુનિ.તરફથી ટેન્ડરમાં બેઝ પ્રાઈસ રુપિયા 52 કરોડ રાખવામાં આવી હતી
- તંત્ર તરફથી કોન્ટ્રાકટર સાથે નેગોશીએશન કરવા પ્રયાસ કરાઈ રહ્યાં છે
- રાજસ્થાનના કોન્ટ્રાકટર વિષ્ણુપ્રસાદ આર પુંગલીયા તરફથી ટેન્ડર બીડ ભરવામાં આવ્યુ
અમદાવાદમાં 40 કરોડના ખર્ચે બ્રિજ બન્યો, હવે તોડીને નવો બનાવાના 113 કરોડથી પણ વધુ થશે. શહેરમાં વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાકટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વરબ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ રુપિયા 113 કરોડથી પણ વધી જશે.
તંત્ર તરફથી કોન્ટ્રાકટર સાથે નેગોશીએશન કરવા પ્રયાસ કરાઈ રહ્યાં છે
હયાત બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવા મ્યુનિ.તરફથી ટેન્ડરમાં બેઝ પ્રાઈસ રુપિયા 52 કરોડ રાખવામાં આવી હતી. જેને પગલે રાજસ્થાનના વિષ્ણુપ્રસાદ આર પુંગલીયા નામની લિસ્ટેડ કંપનીએ ટેન્ડર બીડ ભર્યુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા બનાવવામા આવનારા બ્રિજની ડીફેકટ લાયાબીલીટી દસ વર્ષની કરવા ઉપરાંત બેન્ક ડીપોઝીટ સહિતની શરતોમાં સુધારો કરવામાં આવતા હયાત બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ રુપિયા 113 કરોડથી પણ વધશે. જો કે હજી સુધી આ મામલે તંત્ર તરફથી કોન્ટ્રાકટર સાથે નેગોશીએશન કરવા પ્રયાસ કરાઈ રહ્યાં છે.
રાજસ્થાનના કોન્ટ્રાકટર વિષ્ણુપ્રસાદ આર પુંગલીયા તરફથી ટેન્ડર બીડ ભરવામાં આવ્યુ
અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને સંપૂર્ણ દુર કરી બ્રિજના સુપર સ્ટ્રકચરને નવેસરથી કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે બનાવવા ત્રણ તજજ્ઞોની પેનલે 13 એપ્રિલ-2023ના રોજ મ્યુનિસિપલ કમિશનરને આપ્યો હતો. તજજ્ઞોની પેનલના રીપોર્ટના એક વર્ષ બાદ પણ હાટકેશ્વર બ્રિજને નવેસરથી બનાવવા અંગે મ્યુનિસિપલ તંત્રમાં તારીખ પે તારીખ જેવી પરિસ્થિતિ છે.
અગાઉ બ્રિજના રીપેરીંગને લઈ બે વખત ટેન્ડર કરાયુ હતુ
અગાઉ બ્રિજના રીપેરીંગને લઈ બે વખત ટેન્ડર કરાયુ હતુ. જેમાં કોઈએ રસ ના દાખવતા ત્રીજી વખત રુપિયા 53 કરોડના ખર્ચથી નવો બ્રિજ બનાવવા ટેન્ડર કરવામાં આવ્યુ હતુ. જેની મુદત વીતી ગયા પછી પણ કોઈ કોન્ટ્રાકટરે તૈયારી ના બતાવતા ચોથી વખત કરવામાં આવેલા ટેન્ડર પછી રાજસ્થાનના કોન્ટ્રાકટર વિષ્ણુપ્રસાદ આર પુંગલીયા તરફથી ટેન્ડર બીડ ભરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં આ રોડ બનતા જ માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે