ગુજરાતમાં આ રોડ બનતા જ માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે
- ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઇવે તૈયાર કરાશે
- જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે
- દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે
ગુજરાતમાં આ રોડ બનતા જ માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે. જેમાંરાજ્યના સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર છે. જેમાં મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે.
ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઇવે તૈયાર કરાશે
ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઇવે તૈયાર કરાશે. જેમાં 248 કિ.મી. લાંબો ફોર અથવા સિક્સ લેન હાઇવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધી તૈયાર કરાશે. જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી 68 કિ.મી. લાંબો ફોર અને સિક્સ લેન હાઇવે તૈયાર કરાશે. હાઇવે બનવાથી જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે.
દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે
આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર એક જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. તેમજ લાખો લિટર ઇંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે. આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ ઍન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. જે મંજૂર થતાં રોજનું લાખો લિટર ઇંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે.
આ પણ વાંચો: ગુજરાત ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક, આંકડો જાણી દંગ રહેશો