ગુજરાત ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક, આંકડો જાણી દંગ રહેશો
- કેસોનું ભારણ ઘટાડવાનું કામ રાજ્ય ન્યાયતંત્ર માટે પડકાર સમાન
- અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટમાં કુલ મળી 80,485 જેટલા કેસ પેન્ડિંગ
- સુરતની ફેમિલી કોર્ટમાં 5800થી વધુ કેસ પેન્ડિંગ છે
ગુજરાત ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક છે જેમાં કેસનો આંકડો જાણી દંગ રહેશો. ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની નીચલી કોર્ટોમાં પડતર કેસોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે.
કેસોનું ભારણ ઘટાડવાનું કામ રાજ્ય ન્યાયતંત્ર માટે પડકાર સમાન
1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. તો, ગુજરાત રાજ્યની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે. પડતર કેસોનો નિકાલ અને કેસોનું ભારણ ઘટાડવાનું કામ રાજ્ય ન્યાયતંત્ર માટે પડકાર સમાન છે. જેમાં કેસોનો ભરાવો વધ્યો છે. પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડવા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જાહેર કરે છે, પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે.
સુરતની ફેમિલી કોર્ટમાં 5800થી વધુ કેસ પેન્ડિંગ છે
અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટમાં કુલ મળી 80,485 જેટલા કેસ પેન્ડિંગ છે, જેમાંથી 8,241 કેસ દસ વર્ષ કરતાં વધુ જૂના અને 1225 કેસ 20 વર્ષ કરતાં જૂના છે. શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસ પડતર બોલે છે, જે પૈકી 2,958 કેસ દસ વર્ષ કરતાં જૂના અને 423 જેટલા કેસ 20 વર્ષ કરતાં જૂના છે. અમદાવાદ સિવાય રાજ્યના અન્ય મોટા શહેરો જેવા કે, રાજકોટ, સુરત, વડોદરાની વાત કરીએ તો સુરતની વિવિધ કોર્ટમાં કુલ 1.32 લાખ પડતર કેસ છે. જેમાં 6,332 કેસ દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસ 20 વર્ષ કરતાં જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5800થી વધુ કેસ પેન્ડિંગ છે. આવી સ્થિતિ અન્ય શહેરોની પણ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા થતા ચકચાર મચી