TVની અનુપમાએ સાવકી પુત્રી સામે કેમ નોંધાવી ફરિયાદ? જાણો વિગત
મુંબઈ, તા.12 નવેમ્બર: ટીવી સીરિયલ અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેની સાવકી પુત્રીને નોટિસ મોકલીને માનહાનિનો આરોપ લગાવ્યો છે. તેમજ રૂ. 50 કરોડનું વળતર માંગ્યું છે. આ નોટિસ તેની સાવકી પુત્રી દ્વારા કરવામાં આવેલા દાવા બાદ મોકલવામાં આવી છે. આ અંગે રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, દાવા બોગસ છે.
આઈએએનએસ મુજબ, આ કાનુની નોટિસ ઈશાના ખોટા અને બેજવાબદાર નિવેદનના જવાબમાં મોકલવામાં આવી છે. ગાંગુલીના વકીલ અને બિગ બોસ 16 ફેમ સના રઈસ ખાને નોટિસ મોકલી છે. ઈશાએ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઇન્ટરવ્યુ દ્વારા અનુપમા પર તેના પિતા અશ્વિન કે વર્મા સાથે લગ્નેત્તર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો.
શું કહ્યું ગાંગુલીના વકીલે?
ગાંગુલીના વકીલ સના રઈસ ખાને જણાવ્યું, અમે ગાંગુલીની સાવકી દીકરીને તેના ખોટા અને નુકસાનકારક નિવેદનોના જવાબમાં બદનક્ષીની નોટિસ ફટકારી છે. રૂપાલીએ તેના પર લાગેલા ખોટા આરોપીથી પોતાને બચાવવા માટે આ કાનૂની પગલું ભર્યું છે. આ પાયાવિહોણા આરોપોનો હેતુ રૂપાલી ગાંગુલીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને તેમની જાહેર પ્રતિષ્ઠાનો લાભ લેવાનો હતો. આવા કૃત્યોએ તેમને માત્ર ભાવનાત્મક તકલીફ જ નથી પહોંચાડી પરંતુ તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીને પણ ખોટી રીતે કલંકિત કરી છે.
Actress & BJP leader Rupali Ganguly sends a defamation notice to her stepdaughter Esha Verma regarding her posts and comments on Social Media platforms.
(File Photo) pic.twitter.com/V2ItWG03Cf
— ANI (@ANI) November 12, 2024
શું છે નોટિસમાં?
ઈશાને મોકલવામાં આવેલી બદનક્ષીની નોટિસમાં લખવામાં આવ્યું છે, અમારી ક્લાયન્ટ જણાવે છે કે તે ટ્વિટર (હવે એક્સ) ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રકાશિત પોસ્ટ્સ અને ટિપ્પણીઓ જોઈને ચોંકી ગઈ હતી. રૂપાલી દ્વારા મોકલવામાં આવેલી બદનક્ષીની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે, અમારા ક્લાયન્ટનો દાવો છે કે તમે જાહેરમાં તેની વિરુદ્ધ અપમાનજનક શબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. આનાથી તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે, તેની ગરિમાનું ઉલ્લંઘન થયું છે અને તેની કારકિર્દી પર પણ પ્રતિકૂળ અસર પડી છે, જેના કારણે તેને ઘણું સહન કરવું પડ્યું છે.
નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે, અમારા ક્લાયન્ટને તમારી પાસેથી આવા દુર્ભાવનાપૂર્ણ વ્યવહારની અપેક્ષા નહોતી. કારણ કે તમારી ભારત મુલાકાત દરમિયાન તેમના દ્વારા હંમેશા તમારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. અમારા ક્લાયન્ટે તેણી અને તેના પતિની મદદથી તમને ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશવાની તકો શોધવામાં મદદ કરી હતી. તમને ઘણા ફોટો શૂટ અને ઓડિશન અપાવ્યા હતા.
ક્યાંથી શરૂ થયો મામલો
રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં એક યુઝરે ઈશાની જૂની ફેસબુક કોમેન્ટનો કેટલોક હિસ્સો શેર કર્યો હતો. જેમાં રૂપા ગાંલગુલી પર તેના પતિ અશ્વિન સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે અશ્વિન પરણિત હતો. તેણે રૂપાલીને કઠોર દિલવાળી ગણાવી હતી. આ પોસ્ટ વાયરલ થતાં અશ્વિને એક્સ પર એક પોસ્ટ કરીને આરોપોનું ખંડન કર્યું હતું. ઈશાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કહ્યું હતું કે, આ ડાર્ક સાઇડ પણ છે. જ્યારે આ સામે આવે ત્યારે દયાની ભાવના રાખવામાં આવે તેમ ઈચ્છું છું.
આ પણ વાંચોઃ
USA: ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની વરણી કરી? જાણો કોણ છે