બનાસકાંઠામાં બલવંતસિંહ રાજપુતે સમાજના આગેવાનો, વડીલો, યુવા મિત્રો સાથે ખાટલા બેઠક કરી
બનાસકાંઠા, ૧૧ નવેમ્બર, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે નેસડા ગામ ખાતે રાજપુત સમાજના આગેવાનો, વડીલો અને યુવા મિત્રો સાથે ખાટલા બેઠક કરી. તેમજ સાહેબે વાવ વિધાનસભાના ભાજપના લોકલાડીલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને પોતાના મતાધિકાર થકી જંગી લીડ સાથે વિજય અપાવવા અર્થે આહ્વાન કર્યું. તેમજ પાટણના સોલંકીવંશના સ્થાપક મૂળરાજ સોલંકી દ્વારા બંધાવેલ મૂળેશ્વર મહાદેવ મંદિર(પાડણ) નાં દર્શન કર્યા. દેવાધિદેવ મહાદેવને જળાભિષેક અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબે નેસડા ગામ ખાતે રાજપૂત સમાજના આગેવાનો, વડીલો અને યુવા મિત્રો ખાટલા બેઠક કરી હતી. જેમાં ઘણા ભાજપના ઉમેદવાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડી.ડી રાજપૂત, પ્રવીણભાઈ પ્રજાપતિ, અમીરગઢ તાલુકા પ્રમુખ, રાજપૂત સમાજના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.