આ રવિવારે ફ્રેન્ડશિપ ડે છે. આપણા જીવનમાં મિત્રનું ખૂબ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ મિત્રની સંગત માણે છે. સાચી મિત્રતા મળવી એ એક નસીબની વાત છે. બૉલીવુડે પણ પોતાની ફિલ્મો દ્વારા મિત્રતાના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ વિષય પર અનેક ફિલ્મો બની છે, તમારી મિત્રતા પર અગણિત ગીતો ફિલ્માવવામાં આવ્યા છે. જે સુપર-ડુપર હિટ પણ થયા છે.
‘દિલ ચાહતા હૈ’
ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ત્રણ મિત્રોની હૃદય સ્પર્શી વાર્તા હતી. ‘દિલ ચાહતા હૈ’માં ત્રણ મિત્રો મતભેદ હોવા છતાં એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરે છે. 10 ઓગસ્ટ 2001ના રોજ રિલીઝ થયેલી ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. 120 મિલિયનના બજેટમાં બનેલી દિલ ચાહતા હૈનું બોક્સ ઓફિસ કલેક્શન 456 મિલિયન હતું.
3 ઇડિયટ્સ
‘3 ઈડિયટ્સ’માં ત્રણ મિત્રો ત્રણ અલગ-અલગ માનસિકતા દર્શાવે છે પરંતુ તેમની મિત્રતા ક્યારેય તૂટતી નથી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એક એન્જીનિયરિંગ કોલેજની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મ શિક્ષણ પ્રણાલીમાં થતા ફેરફારો વિશે ખુલીને વાત કરે છે. આમિર, માધવન અને શરમનની આ ફિલ્મ આજે પણ મિત્રતાનો દાખલો બેસાડે છે.
રંગ દે બસંતી
રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મિત્રતાની કહાનીને ખૂબ જ સરસ વર્ણવામાં આવી છે . દેશભક્તિ અને મિત્રતાને ખુબ જ સરસ રીતે ઉલ્લેખવામાં આવે છે. આ ફિલ્મમાં દિલ્હી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ કેવી રીતે તેમની સામાજિક જવાબદારી નિભાવતા દેશની હેડલાઇન્સ બને છે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. વિવિધ સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવતા આ મિત્રો એક સ્વપ્ન લઈને આગળ વધે છે અને એક ટીમ બનાવે છે અને તેને પૂર્ણ કરે છે.
જિંદગી ના મિલેંગી દોબારા
ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ મિત્રતાની કહાનીને અલગ રીતે કહે છે. આ ફિલ્મ જીવનમાં મિત્રતાના મહત્વને દર્શાવે છે. આ મૂવી જણાવે છે કે જીવનમાં તમારી જાત સાથે વાત કરવી, તમારા સપનાઓ સાથે વાત કરવી અને તમારા મિત્રો સાથે વાત કરવી કેટલું મહત્વપૂર્ણ છે.
શોલે
મિત્રતા કેવી હોવી જોઈએ એ શોલે ફિલ્મ જોવાથી જ સમજાઈ જાય છે. 1975ની ફિલ્મ શોલેમાં જય-વીરુની મિત્રતા હિન્દી સિનેમાની પ્રતિષ્ઠિત મિત્રતામાંની એક બની હતી. બંને હંમેશા એકબીજા પર જીવ ન્યોછાવર કરતા જોવા મળે છે