ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO/ અયોધ્યાના રામ મંદિર પર ખાલિસ્તાનીઓની બગડી દાનત, પન્નુએ ઉડાવી દેવાની આપી ધમકી

અયોધ્યા, 11 નવેમ્બર :કેનેડામાં હિન્દુ સભા મંદિરમાં થયેલા હંગામા બાદ હવે ખાલિસ્તાનીઓની નજર ભારતીય મંદિરો પર પણ છે. અહેવાલ છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ હવે અયોધ્યા રામ મંદિરને નિશાન બનાવવાની ધમકી આપી છે. આ સિવાય તેમણે કેનેડામાં બે વધુ મંદિરોનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં જ પન્નુએ એક  અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર સમાન રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે.

કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકોને ધમકી
વીડિયોમાં પન્નુએ હિન્દુ સભા મંદિરનો વિરોધ કરી રહેલા લોકોને ધમકી પણ આપી છે. તેમણે કહ્યું, ‘હિંદુ સભા મંદિરના જે સમર્થકો ‘ઘરમાં ઘૂસ કર મારેંગે’ના નારા લગાવી રહ્યા છે અને ખાલિસ્તાન તરફી રેલી પર હુમલો કરી રહ્યા છે, તમે બધા 1984ની ડેથ સ્ક્વોડના બાળકો છો, જેણે શીખ નરસંહારને અંજામ આપ્યો હતો.’

પન્નુએ વધુમાં કહ્યું, ‘જો અમે કોઈ કેનેડિયન-ભારતીયને ભારતીય ત્રિરંગો લહેરાવતા જોયા તો તમને શીખો અને કેનેડાના દુશ્મન માનવામાં આવશે. યાદ રાખો કે યુદ્ધ ખાલિસ્તાન સમર્થકો અને ભારત સરકાર વચ્ચે છે. ભારતીય-કેનેડિયનો દૂર રહો અને સુરક્ષિત રહો…. ભારતીય-કેનેડિયનો કાં તો કેનેડાને વફાદાર રહે છે અથવા કેનેડા છોડી દે છે.’

કેનેડામાં મંદિરોને નિશાન બનાવવામાં આવશે
વીડિયો અનુસાર, પન્નુ કહે છે, ‘ભારતીય રાજદ્વારીઓ માટે આગામી પડકાર 16 નવેમ્બરે ટોરોન્ટોના કાલીબારી મંદિરમાં અને 17 નવેમ્બરે બ્રેમ્પટનના ત્રિવેણી મંદિરમાં હશે.’ તાજેતરમાં, હિન્દુ સભા મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાન સમર્થકોના ટોળાએ હુમલો કર્યો હતો. કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. આ ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી હતી. ભારત સરકારે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, ’16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.’ એવું કહેવાય છે કે, પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળોની વિરુદ્ધ હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : આ શેર છે કે પૈસા છાપવાનું મશીનઃ માત્ર 4 મહિનામાં ₹1,000નું રોકાણ ₹9 કરોડનું થઈ ગયું

વીડિયોમાં પન્નુએ કહ્યું કે, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક (રામ મંદિર) માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વિડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાના ફોટાઓ પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે.

ભારતમાંથી ફરાર ભાગેડુ પન્નુ કેનેડામાં રહીને ભારત વિરુદ્ધ આવા નિવેદનો કરતો રહે છે. કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું કામ કરી રહ્યો છે.

એવું નથી કે પન્નુએ પહેલીવાર ભારત વિરુદ્ધ કોઈ ધમકી આપી હોય. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કહ્યું હતું કે શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરે.

 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

 

Back to top button