ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

એર ઈન્ડિયાએ લીધો ક્રાંતિકારી નિર્ણયઃ હિન્દુઓ અને શીખોને હલાલ પ્રમાણિત ફૂડ નહીં આપે

Text To Speech

નવી દિલ્હી, 11 નવેમ્બર, 2024: દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ છેવટે તમામ પ્રવાસીઓને હલાલ પ્રમાણિત ભોજન નહીં પીરસવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં હિન્દુ અને શીખ પ્રવાસીઓ દ્વારા આ અંગે ઘણા વખતથી માગણી કરવામાં આવી હતી હતી.

એર ઈન્ડિયાના એક ઈન્ટર્નલ સર્ક્યુલરને ટાંકીને સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, એર ઈન્ડિયા હિન્દુઓ તેમજ શીખોને હવેથી “હલાલ” સર્ટિફાઈડ ભોજન નહીં પીરસે.

દેશની અગ્રણી એરલાઈન દ્વારા આ અંગેના એક પરિપત્રમાં જણાવ્યા અનુસાર MOML સર્ટિફાઈડ મીલને સ્પેશિયલ કેટેગરીમાં સમાવવાાં આવશે અને હલાલ સર્ટિફિકેટ ધરાવતું ભોજન જેદ્દાહ, દમ્મામ, રિયાધ, મદીના સેક્ટરોમાં પૂરું પાડવામાં આવશે.

એર ઈન્ડિયાના આ નિર્ણયને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો છે. સમાચાર એજન્સી દ્વારા આ અંગે કરવામાં આ અંગેના ટ્વિટમાં અગણિત લોકો રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આવા નિર્ણય માટે એર ઈન્ડિયાનો આભાર પણ માની રહ્યા છે.

આ પણ વાંચોઃ સંજીવ ખન્ના બન્યા દેશના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ મૂર્મૂએ લેવડાવ્યા શપથ

Back to top button