ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાની યુનિવર્સિટીમાં થયું અંધાધૂંધ ફાયરિંગ, એક યુવક મશીનગન સાથે આવ્યો, એકનું મૃત્યુ અનેક ઘાયલ

અમેરિકા, ૧૧ નવેમ્બર, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પણ ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. આજરોજ વહેલી સવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં આડેધડ ગોળીબાર થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ફાયરિંગની ઘટનામાં કુલ 12 લોકો ઘાયલ થયા હતા જ્યારે અન્ય ચાર અફરાતફરીમાં ઘાયલ થયા હતા. એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માયરિક પર મશીનગન રાખવાનો ગંભીર આરોપ છે.

અમેરિકાના અલબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિવારે ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. 18 વર્ષનો મૃતક યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી ન હતો પરંતુ ઘાયલ થયેલા કેટલાક લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. આ મામલામાં APના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓએ જણાવ્યું કે અલબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બાદ એક વ્યક્તિની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. અલાબામ કાયદા અમલીકરણ એજન્સીએ કહ્યું હતું કે મોન્ટગોમરીના જેક્વેઝ માયરિક(25)ને પરિસરમાં ગોળીબાર કર્યા બાદ કેમ્પસની બહારથી જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પાસે મશીનગન સાથે એક હેન્ડગન મળી આવી છે.

ટસ્કેગી યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે, ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિના માતા-પિતાને જાણ કરી દેવામાં આવી છે. ટસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તે બ્લેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે કે નહીં એ જણાવવામાં આવ્યું નથી, અધિકારીઓએ કહ્યું હતું કે મૃત્યુ પામનાર 18 વર્ષનો યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો નહીં, પરંતુ ઘાયલોમાં અનેક વિદ્યાર્થી યુનિવર્સિટીના જ હતા.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઘટનાનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ગોળીબારના કારણે યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં તણાવનો માહોલ છે. આ મામલામાં પોલીસ અધિક્ષક પેટ્રિક માર્ડિસે કહ્યું કે ઘાયલોમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે જેને પેટમાં ગોળી વાગી હતી અને એક યુવકને હાથમાં ગોળી વાગી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમને યુનિવર્સિટીના વેસ્ટ કોમન્સ એપાર્ટમેન્ટ્સમાં ફાયરિંગ થયાની જાણકારી મળી ત્યારે તેઓ શહેરના અન્ય એક ફાયરિંગની ઘટનાની તપાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો…‘લેબનોનમાં પેજર બ્લાસ્ટ મારા આદેશ પર થયા હતા’ PM નેતન્યાહુએ સ્વીકારી હુમલાની યોજના!

Back to top button