ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ગૌતમ ગંભીરે આપ્યા તમામ પ્રશ્નોના જવાબ: રોહિત વિશે ખોલ્યું રહસ્ય, જાણો

  • ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયા

નવી દિલ્હી, 11 નવેમ્બર: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ધીમે ધીમે નજીક આવી રહી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ પણ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયા છે. આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સિરીઝ પહેલા ફેન્સના મનમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા, જેના જવાબ ગંભીરે આપ્યા છે. ગંભીરે એ પણ જણાવ્યું છે કે, રોહિત શર્મા આ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે કે નહીં.

 

રોહિત શર્માની ઉપલબ્ધતા

સિરીઝ પહેલા જ એવા મજબૂત અહેવાલો હતા કે, કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ માટે હાજર નહીં રહે. રોહિત શર્માની ઉપલબ્ધતા વિશે વાત કરતાં ગંભીરે કહ્યું કે, “હાલમાં રોહિત શર્માની કોઈ પુષ્ટિ નથી. આશા છે કે તે હાજર રહેશે. તમને સિરીઝની શરૂઆત પહેલા બધી બાબતો ખબર પડી જશે.”

કે.એલ.રાહુલને કર્યો સપોર્ટ

કે.એલ.રાહુલ પર પૂછવામાં આવેલા પ્રશ્નો પર ગંભીરે કહ્યું કે, “કે.એલ.રાહુલ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે, તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે, તે નંબર 6 પર રમી શકે છે – તેથી અમારી પાસે ઘણું બધું કરવા માટે ઘણી પ્રતિભા છે. તે વનડેમાં વિકેટકીપિંગ પણ કરે છે, વિચારો કે કે.એલ.રાહુલ જેવા દેશોમાં કેટલા ખેલાડી છે? અને રોહિત શર્માની ગેરહાજરીમાં તે એક વિકલ્પ પણ છે.

રોહિતની ગેરહાજરીમાં બુમરાહ રહેશે કેપ્ટન

ગંભીરે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો રોહિત શર્મા ઉપલબ્ધ નથી તો જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો કેપ્ટન રહેશે. જ્યારે બુમરાહ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે રમશે.

રોહિત-વિરાટને પણ સપોર્ટ કર્યો

રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ગંભીરે કહ્યું કે, “સૌથી મહત્ત્વની વાત એ છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા હજુ પણ ખૂબ મહેનત કરે છે, તેઓ હજુ પણ જુસ્સામાં છે, તેઓ હજુ પણ ઘણું હાંસલ કરવા માંગે છે અને આ મહત્ત્વપૂર્ણ છે. ભૂખ છે. મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે એક મજબૂત માણસ છે.”

પોતાની ટીકાઓ પર આપ્યો જવાબ

મુખ્ય કોચ તરીકે તેમને જે ટીકાનો સામનો કરવો પડ્યો હતો તેના પર ગંભીરે કહ્યું કે, “જ્યારે મેં નોકરી લીધી, ત્યારે મને ખબર હતી કે તે એક પ્રતિષ્ઠિત જોબ હશે પણ સાથે-સાથે મુશ્કેલ પણ રહેશે. હું કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો નથી. અમે ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અમે તમામ ટીકાઓ સ્વીકારીએ છીએ. ઓસ્ટ્રેલિયા તૈયારી મહત્ત્વપૂર્ણ રહેશે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસ માટે આ દસ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

આ પણ જૂઓ: ચેમ્પિયન ટ્રોફી રમવા ન જનાર ભારતને કોર્ટ કેસ કરવાની પાકિસ્તાનની ધમકી

Back to top button