જૂનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
- જૂનાગઢમાં ૧૨ નવેમ્બરથી યોજાનાર પરિક્રમા મેળા માટે વિશેષ આયોજન
- પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા કરાઇ
- અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે
જૂનાગઢમાં ૧૨ નવેમ્બરથી યોજાનાર પરિક્રમા મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે આજે તા. ૧૧-૧૧થી તા. ૧૭-૧૧ સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે અમરેલી-જૂનાગઢ-અમરેલી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશકુમારના જણાવ્યા મુજબ અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે ૯ કલાકે ઉપડશે અને બપોરે ૧૨.૪૦ કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૫.૩૦ કલાકે ઉપડશે અને ૧૯.૩૦ કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન પર ઉભી રહેશે.
જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય
આ સ્ટેશનો પર અમરેલીથી જૂનાગઢ જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય અમરેલી પરા (૦૯.૦૬/૦૯.૦૭), ચલાલા (૦૯.૩૩/૦૯.૩૪), ધારી (૦૯.૫૪/૦૯.૫૫), ભાડેર (૧૦.૧૫/૧૦.૧૬), જેતલવડ (૧૦.૩૬/૧૦.૩૭), વિસાવદર (૧૦.૫૩/૧૧.૧૫), જુની ચાવંડ (૧૧.૨૮/૧૧.૨૯), બિલખા (૧૧.૪૪/૧૧.૪૫) અને તોરણીયા (૧૧.૫૩/૧૧.૫૪) રહેશે જ્યારે જૂનાગઢથી અમરેલી જતી ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય તોરણીયા(૧૫.૫૩/૧૫.૫૪), બિલખા (૧૬.૦૪/૧૬.૦૫), જુની ચાવંડ (૧૬.૨૦./૧૬.૨૧), વિસાવદર (૧૬.૩૫/૧૬.૫૦), જેતલવડ (૧૭.૦૬/૧૭.૦૭), ભાડેર (૧૭.૨૭/૧૭.૨૮), ધારી (૧૭.૪૮/૧૭.૪૯), ચલાલા (૧૮.૨૩/૧૮.૨૪) અને અમરેલી પરા (૧૮.૫૪/૧૮.૫૫) રહેશે.
આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થયો, જાણો ટેન્ટ સિટીનું ભાડુ