લાંબો સમય સુધી શારીરિક સંબંધ ન બાંધવા છૂટાછેડા લેવાનો આધાર હોય શકે : અલ્હાબાદ HC
અલ્હાબાદ, 10 નવેમ્બર : અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે લાંબા સમય સુધી શારીરિક સંબંધ રાખવાના ઇનકારના આધારે છૂટાછેડા લઈ શકાય છે. જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્ટિસ દોનાડી રમેશની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે આ નિર્ણય એક પતિ દ્વારા દાખલ કરાયેલી છૂટાછેડાની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો છે, જેમાં તેણે તેની પત્ની દ્વારા શારીરિક સંબંધ બનાવવાના ઇનકારને કારણે છૂટાછેડાની માંગ કરી હતી.
પતિની અરજી ફગાવી દેતા કોર્ટે આ ટિપ્પણી કરી છે. પતિએ મિર્ઝાપુર ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. મિર્ઝાપુર ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. અરજદાર પતિ વ્યવસાયે ડોક્ટર છે. તેમના લગ્ન જૂન 1999માં થયા હતા. પત્ની ભારતીય રેલ્વેના નિવૃત્ત કર્મચારી છે. બંનેને બે બાળકો છે, જેમાંથી એક બાળક પિતા સાથે રહે છે અને બીજું બાળક માતા સાથે રહે છે.
પતિએ 9 વર્ષ પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી
9 વર્ષ પહેલા પતિએ મિર્ઝાપુર ફેમિલી કોર્ટમાં ક્રૂરતાના આધારે પત્નીથી છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિનો આરોપ છે કે ધર્મગુરુની સલાહને કારણે પત્નીએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. પત્નીએ પતિના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે બે બાળકોનો જન્મ એ સાબિત કરે છે કે અમારી વચ્ચે સારા સંબંધો હતા. આ કેસની સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટે હવે કહ્યું છે કે લાંબા સમય સુધી શારીરિક સંબંધ રાખવાનો ઈન્કાર કરવાના આધારે છૂટાછેડાની માંગ કરી શકાય છે.
સેક્સ કરવાનો ઇનકાર છૂટાછેડા માટેનું કારણ બની શકે છે
જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને જસ્ટિસ દોનાડી રમેશની ડિવિઝન બેંચે પૂછ્યું કે પક્ષકારો કેવા પ્રકારની શારીરિક આત્મીયતા જાળવી શકે છે. આ મુદ્દો ન્યાયિક નિર્ણય માટેનો મુદ્દો નથી. વૈવાહિક સંબંધોમાં રહેતા પક્ષકારો વચ્ચેના સંબંધોની ચોક્કસ પ્રકૃતિ અંગે કોઈ નિયમો બનાવવાનું કોર્ટનું કામ નથી. જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે જાતીય સંબંધોનો ઇનકાર છૂટાછેડા માટેનું કારણ બની શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી સતત અસ્તિત્વમાં હોવું જોઈએ.
આ પણ વાંચો :- મહારાષ્ટ્રમાં જાતિગત રાજકારણ શરદ પવારની ભેટ : જાણો કોણે કહ્યું આવું