ટ્રેન્ડિંગધર્મ

ચંદ્ર અને ગુરૂ બનાવશે ગજકેસરી યોગ, ચાર રાશિઓના જીવન પર થશે અસર

Text To Speech
  • 16 નવેમ્બર 2024 ને શનિવારે સવારે 3:17 વાગ્યેવૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થશે, જે ગજકેસરી યોગ બનાવશે, જેનાથી 4 રાશિઓને લાભ થશે

HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર 16 નવેમ્બર 2024 ને શનિવારે સવારે 3:17 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તે સોમવાર 18 નવેમ્બર 2024 ના રોજ સવારે 4:31 વાગ્યે અહીંથી પ્રસ્થાન કરશે. આ સમય દરમિયાન ભગવાન બૃહસ્પતિ પહેલેથી જ વૃષભ રાશિમાં બેઠેલા જોવા મળશે. આવી સ્થિતિમાં વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ થશે, જે ગજકેસરી યોગ બનાવશે, જેનાથી 4 રાશિઓને લાભ થશે. જાણો તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે

વૃષભ (બ,વ,ઉ)

ચંદ્ર અને ગુરુની યુતિથી બનેલો ગજકેસરી યોગ વૃષભ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના વ્યવસાયિક જાતકોને સારા સમાચાર મળશે. તેમજ ધંધામાં ધાર્યા કરતા વધુ આવક થવાથી મન પ્રસન્ન રહેશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે.

ચંદ્ર અને ગુરૂ બનાવશે ગજકેસરી યોગ, ચાર રાશિઓના જીવન પર થશે અસર hum dekhenge news

કર્ક (ડ,હ)

કર્ક રાશિના લોકોને પણ વૃષભ રાશિમાં બની રહેલા ગજકેસરી યોગનો લાભ મળશે. આ લોકોને તેમના કાર્યસ્થળમાં ભારે નફો થવાની પ્રબળ સંભાવના છે. કરિયરમાં પ્રગતિની તક મળશે. નોકરીમાં તમને તમારી મહેનતનું પૂરું ફળ મળશે. નવા કાર્યની સારી શરૂઆત થશે, જેના ભવિષ્યમાં સારા પરિણામ મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

ધનુ રાશિના લોકો માટે વૃષભમાં બની રહેલો ગજકેસરી યોગ સકારાત્મક પરિણામ આપશે. આ લોકોની આવકમાં વધારો જોવા મળશે. તેનાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે.

મીન (દ,ચ,થ,ઝ)

મીન રાશિના લોકો માટે ચંદ્ર અને ગુરૂનો સંયોગ લાભદાયક રહેશે. આ લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. પૈસાનું રોકાણ સારું પરિણામ આપશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

આ પણ વાંચોઃ 2025માં રાહુ કરશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચર કોને આપશે લાભ

Back to top button