કલોલમાં એક્સ.આર્મીમેને કર્યું ફાયરિંગ, યુવકનું મૃત્યુ તથા 3 ઘાયલ
- કલોલના દંતાલી પાસે તકરાર દરમિયાન ફાયરિંગની ઘટના
- સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્તની પૂછપરછ કરવામાં આવી
- ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઈ હતી
ગાંધીનગરના કલોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કલોલના દંતાલી પાસે તકરાર દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. જેમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઈ હતી
ગાંધીનગરના કલોલમાં દંતાલી પાસે પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘર પાસે થતી અવર-જવરના મુદ્દે તકરાર થઈ હતી. આ તકરાર વધતાં આર્મી જવાને ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. તકરાર બાદ પૂર્વ આર્મી જવાન રમેશ ભરવાડે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં રિંકુ ભરવાડ નામના કિશોરનું મોત થયું છે. જ્યારે વિપુલ, વિજય અને ગોપાલ ભરવાડ ઈજાગ્રસ્ત થયા છે. જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, પોલીસે આરોપી રમેશ ભરવાડની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્તની પૂછપરછ કરવામાં આવી
સમગ્ર મુદ્દે પોલીસને જાણ થતાં ઈજાગ્રસ્તની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસે પૂર્વ આર્મી જવાનની સામે ગુનો નોંધી હથિયાર સાથે ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું