ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું

Text To Speech
  • 2021માં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ની શરુઆત કરી હતી
  • રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન’ની સ્થાપના કરી
  • 53 હજાર નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે

ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી ‘ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ 2022-2027’ની શરુઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણની ખાતરી કરવા માટે, રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન’ની સ્થાપના કરી છે. જે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મ નિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યને સમર્પિત સંસ્થા છે.

53 હજાર નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે

સેમિકન્ડક્ટર નીતિ હેઠળ, ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપની માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના જણાવ્યા પ્રમાણે, આ પહેલ સાથે રાજ્યની ચાર મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી 53 હજાર નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

ભારતનું સેમિકંડક્ટર બજારનું મૂલ્ય 2020માં 15 અરબ ડોલર હતું

જણાવી દઈએ કે, ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2021માં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ની શરુઆત કરી હતી. આ માટે 76 હજાર કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારતનું સેમિકંડક્ટર બજારનું મૂલ્ય 2020માં 15 અરબ ડોલર હતું, જે 2026 સુધી 63 અરબ ડોલર વટાવી દેશે તેવું અનુમાન છે.

આ પણ વાંચો: ગુજરાત કેડરના વર્ષ 2021-22ના 8 IPSની વિવિધ પદ પર નિમણૂક

Back to top button