હાવડા નજીક સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા, જાનહાની ટળી
હાવડા, 9 નવેમ્બર : પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાવડાના નાલપુર પાસે આ ટ્રેનનો અકસ્માત થયો છે. આ ટ્રેન સિકંદરાબાદથી શાલીમાર આવી રહી હતી. ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ ઘટનાની માહિતી મળતા રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત હાવડા રેલવે સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર થયો હતો.
મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી
રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને વધારે નુકસાન થયું નથી. માત્ર એકથી બે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ કુલ 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ડાઉન ટ્રેન સિકંદરાબાદ શાલીમાર વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ હતી. જેના કારણે મોટી રેલ્વે દુર્ઘટના ટળી હતી.
આ 3 કોચમાં એક પાર્સલ વાન અને 2 પેસેન્જર કોચ સામેલ છે. મહત્વનું છે થોડા દિવસો પહેલા પંજાબમાં એક મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી હતી. અહીં ફતેહગઢ જિલ્લામાં સરહિંદ રેલવે સ્ટેશન પાસે હાવડા મેલના એક ડબ્બામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે આ ટ્રેન અમૃતસરથી હાવડા જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન નંબર 13006ના જનરલ ક્લાસના ડબ્બામાં વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો :- ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો એટેક, કંડક્ટરે તત્કાળ બાજી સંભાળીને સૌને બચાવ્યા: જૂઓ વીડિયો