ગળ્યું ખાઈને પણ આ મહિલાએ ઘટાડ્યું 72 કિલો વજન, ટિપ્સ પણ આપી!
- એમ્બર ક્લેમેન્સે ગળ્યું ખાઈને પણ 72 કિલો વજન ઘટાડ્યું છે. અંબર તેની દિનચર્યામાં માત્ર 5 બાબતોનું ધ્યાન રાખતી હતી
HD ન્યુઝ ડેસ્કઃ માત્ર ગળ્યું ખાવાથી વજન વધતું નથી , આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે તમને ધીમે ધીમે મેદસ્વી બનાવે છે. જો તમે એક વાર મનમાં નક્કી કરી લો છો, તો તમે તમારા વજનને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ પર પોતાને પર્સનલ કોચ ગણાવતી એમ્બર ક્લેમેન્સે ગળ્યું ખાઈને પણ 72 કિલો વજન ઘટાડ્યું છે. અંબર તેની દિનચર્યામાં માત્ર 5 બાબતોનું ધ્યાન રાખતી હતી. જેના કારણે તેનું વજન સતત ઘટતું ગયું અને તે પરફેક્ટ શેપમાં આવી ગઈ. જો તમે આ બાબતો જાણશો તો તમને પણ વજન ઘટાડવાનું સૌથી સરળ કામ લાગશે. જાણો વજન ઘટાડવાની સૌથી સરળ રીત.
એમ્બરનું કહેવું છે કે વજન ઘટાડવા માટે તેણે હેલ્ધી ડાયટની સાથે જીવનશૈલીમાં ઘણા ફેરફારો કર્યા. થોડી શારીરિક પ્રવૃત્તિ કરીને અને પુષ્કળ પાણી પીને, એમ્બરે તેનું વજન ઘટાડવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે.
વજન ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો
View this post on Instagram
10 હજાર પગલા ચાલવું
એબર કહે છે કે વજન ઘટાડવામાં નાના સ્ટેપ્સ મોટી ભૂમિકા ભજવે છે. સૌપ્રથમ તો તેણે પોતાની દિનચર્યામાં દરરોજ 7-10 હજાર પગલાં ચાલવાનું શરૂ કર્યું. આ માટે, તેણે કંઈક અલગ કર્યું, જેમ કે રૂમમાં જવા માટે તે લાંબો રસ્તો લેતી હતી. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરતી અને શક્ય હોય તેટલું ચાલતી હતી.
દરરોજ 3 લિટર પાણી
વજન ઘટાડવામાં પાણી મહત્ત્વપૂર્ણ છે. શરીરને હાઈડ્રેટ રાખીને વજન ઘટાડી શકાય છે. આ માટે એમ્બર દરરોજ ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને શરીર હેલ્ધી રહે છે
પ્રોટીનથી દિવસની શરૂઆત
એમ્બરે તેના સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કર્યો. તેનાથી તેનું પેટ પણ ભરેલું રહ્યું અને તેને લાંબા સમય સુધી ભૂખ પણ ન લાગી. અંબર દરરોજ ઓછામાં ઓછું 25-20 ગ્રામ પ્રોટીન લે છે. જેમાંથી બ્રેકફાસ્ટ અને સ્નેક્સમાં 5-10 ગ્રામ પ્રોટીન લે છે.
આગલા દિવસથી તૈયારી
વજન ઘટાડવા માટે આહાર એ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. એમ્બર આગલા દિવસે પોતાનો ખોરાક અગાઉથી તૈયાર કરે છે. આને પ્રી લોગિંગ ફૂડ કહેવાય છે. તેના કારણે તમારે સવારે ઉઠ્યા પછી ખોરાક બનાવવા અને શું બનાવવું તે વિચારવામાં સમય પસાર કરવો પડતો નથી અને તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો છો.
રોજ કંઈક ગળ્યું ખાય છે
મીઠાઈઓને સંપૂર્ણપણે બંધ કરવાથી ક્રેવિંગ વધે છે. આવી સ્થિતિમાં, તમે ઇચ્છો તો પણ લાંબા સમય સુધી યોગ્ય આહારનું પાલન કરી શકતા નથી. તમારા ક્રેવિંગને સંતોષવા માટે, જો તમે દિવસ દરમિયાન તમારા આહારમાં કોઈક ગળી વસ્તુનો સમાવેશ કરશો તો તે વધુ સારું રહેશે.
આ પણ વાંચોઃ ઠંડીમાં હનીમૂન પર જવા માટે ભારતના આ સ્થળો રહેશે પરફેક્ટ