ટ્રેન્ડિંગનેશનલ

જેઠ કરતો હતો છેડછાડ, નવપરિણીતાએ પતિ અને પરિવારને જાણ કરી તો મળ્યા…

Text To Speech
  • પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ઉત્તર પ્રદેશ, 8 નવેમ્બર: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક નવપરિણીત મહિલા પર તેનો જેઠ ખરાબ નજર રાખતો હતો. મહિલાને એકલી હોય ત્યારે તકનો લાભ ઉઠાવતો હતો. જ્યારે મહિલાએ આ અંગે પોતાના પતિને કહ્યું તો તેણે જેઠને બદલેન વપરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી. જ્યારે તેણીએ આનો વિરોધ કર્યો તો તેના સાસરિયાઓએ પીડિતાને માર માર્યો. એટલું જ નહીં, પતિએ પીડિતાને ત્રણ વાર તલાક કહીને છૂટાછેડા પણ આપી દીધા. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

બાબુગઢ પોલીસ સ્ટેશનમાં ભમૈડા ગામના રહેવાસી વ્યક્તિએ કેસ નોંધાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે તેણે પોતાની પુત્રીના લગ્ન 4 માર્ચ 2024ના રોજ મેરઠ જિલ્લાના મુંડાલી પોલીસ સ્ટેશનના ગામ મુંડાલીના રહેવાસી સલમાન સાથે કર્યા હતા. પુત્રીના જેઠ શાહિદની તેના પર ખરાબ નજર હતી. પુત્રીએ જણાવ્યું કે, અવાર-નવાર તક મેળવી જેઠ તેણીના રૂમમાં આવીને છેડછાડ કરતો હતો. પુત્રીએ આ અંગે તેમના સાસુ, નણંદ, પતિ અને અન્ય પરિવારના સભ્યોને જણાવ્યું ત્યારે તેઓએ પરિવારના સન્માનને ટાંકીને કોઈને કહેવાનો ઇનકાર કરી દીધો અને ગુનાને પ્રોત્સાહન આપ્યું હતું.

પીડિતાની બહેન પણ મુંડાલીમાં રહે છે. જેણે જણાવ્યું કે, તેની પુત્રીને તેના સાસરિયાઓએ માર માર્યો હતો. આ અંગેની માહિતી મળતા તેઓ ગામના અન્ય લોકો સાથે મુંડાલી પહોંચી ગયા હતા અને સાસરિયાઓ સાથે વાત કરીને પુત્રીને પરત લાવવા લાગ્યા હતા. જ્યારે તેઓ બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ સરાવણી પહોંચ્યા ત્યારે જમાઈ સલમાન અને દીકરીના જેઠે આવીને તેની કાર રોકી. જમાઈ સલમાને તેમની દીકરીને ત્રણ વાર તલાક કહીને છૂટાછેડા આપી દીધા.

બાબુગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય ગુપ્તાએ જણાવ્યું કે, પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ જૂઓ: ઉત્તર પ્રદેશના પુરૂષો આ કામો નહીં કરી શકે, મહિલા આયોગે લગાવ્યો પ્રતિબંધ

Back to top button