ટ્રેન્ડિંગમનોરંજન

દીકરી દુઆ સાથે પહેલીવાર સ્પૉટ થયા રણવીર-દીપિકા, વાયરલ થયો વીડિયો

Text To Speech

 મુંબઈ, 8 નવેમ્બર :  બોલિવૂડ  અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ તેમની પુત્રી દુઆના જન્મ પછી પ્રથમ સ્પૉટ થયા હતા. બંને તેમની પુત્રી દુઆ સાથે કાલિનાના ખાનગી એરપોર્ટ ટર્મિનલ પર જોવા મળ્યા હતા. સામે આવેલા વીડિયોમાં દીપિકા તેની પુત્રી દુઆને તેની છાતી સાથે ચાંપેલી જોવા મળી રહી છે. જો કે, દંપતીએ તેમની દીકરીનો ચહેરો પાપારાઝીને બતાવ્યો ન હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


લોકોએ દીપિકાના વખાણ કર્યા
દીપિકા, રણવીર અને દુઆનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો દીપિકાના વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘દીપિકા પોતાની દીકરીને ખૂબ જ પ્રેમથી પકડી રહી છે.’ બીજાએ લખ્યું કે, ‘દીપિકા પોતાની દીકરીની જાતે સંભાળ લઈ રહી છે.’

રણવીર રાત્રે દીકરી દુઆનું ધ્યાન રાખે છે
દીપિકા પાદુકોણે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન ‘કલ્કી 2898 એડી’નું જોરદાર પ્રમોશન કર્યું હતું. જોકે માતા બન્યા બાદ તે લોકોની નજરથી દૂર રહી હતી. તેણે પોતાની ફિલ્મ ‘સિંઘમ અગેન’નું પ્રમોશન પણ નથી કર્યું. આવી સ્થિતિમાં, જ્યારે ‘સિંઘમ અગેન’ના ટ્રેલર લોન્ચ પર મીડિયાએ રણવીર સાથે વાત કરી તો તેણે કહ્યું કે દીપિકા બાળકની કેર કરવામાં વ્યસ્ત છે, તેથી તે ઇવેન્ટમાં હાજર રહી ન હતી. તે દિવસ દરમિયાન બાળકની સંભાળ રાખે છે અને મારી ફરજ રાત્રે છે, તેથી જ હું અહીં છું.”

બે મહિનાની થઈ દુઆ
દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો, એટલે કે આજે દીપિકાની દીકરી બે મહિનાની થઈ ગઈ છે.

આ પણ વાંચો : આઈફોનમાં લોન્ચ થશે અદ્ભુત ફીચર્સ, PIN અને પાસવર્ડ વગર કરી શકશો કામ

Back to top button