ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

કોણ છે અનિતા વર્મા લલિયન, જેણે ‘Friends’ સ્ટાર મેથ્યુ પેરીનું ઘર 71 કરોડમાં ખરીદ્યું? જાણો

  • અનિતા અને તેમના પરિવારે હાઉસ વોર્મિંગ સેરેમની પહેલા સ્વર્ગસ્થ અભિનેતાના આત્માને માન આપવા પરંપરાગત પૂજા વિધિ કરી

લોસ એન્જલસ, 8 નવેમ્બર: અમેરિકન-કેનેડિયન અભિનેતા મેથ્યુ પેરી વિશ્વભરના સિનેમા પ્રેમીઓ માટે એક પરિચિત ચહેરો હતો. જેણે લોકપ્રિય TV શો ‘Friends’ દ્વારા ઘણી નામના મેળવી હતી. તે NBC ટેલિવિઝન સિરીઝ Friends (1994–2004)માં ચૅન્ડલર બિંગ તરીકેની ભૂમિકા માટે વધુ જાણીતો છે. ગયા વર્ષે 28 ઓક્ટોબરે 54 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું હતું. હવે તેમના ઘરને નવો ખરીદનાર મળી ગયો છે. લોસ એન્જલસમાં આવેલા આ ઘરને ભારતીય મૂળની રિયલ એસ્ટેટ ડેવલપર અને ફિલ્મ પ્રોડ્યુસર અનિતા વર્મા લલિયને ખરીદ્યું છે. આ ડીલ 8.5 મિલિયન ડોલરમાં(લગભગ 71 કરોડ) થઈ છે. અનિતા અને તેમના પરિવારે હાઉસ વોર્મિંગ સેરેમની પહેલા સ્વર્ગસ્થ અભિનેતાના આત્માને માન આપવા પરંપરાગત પૂજા વિધિ પણ કરી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by Anita Lallian (@anitavermalallian)

કોણ છે અનિતા વર્મા લાલિયન?

અનિતા વર્મા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને ફિલ્મ પ્રોડક્શન કંપની ‘કેમેલબેક પ્રોડક્શન’ની માલિકીન છે. તેઓ એરિઝોનામાં રિયલ એસ્ટેટ સલાહકાર તરીકે પણ પ્રખ્યાત છે. અનિતાના માતા-પિતા અને બહેન પણ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે ‘વર્મલેન્ડ’ નામની કંપની પણ ચલાવે છે. અનિતાએ સાઉદર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં તેમને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસના સમર્થક માનવામાં આવે છે.

પૂજા-પાઠ પછી ગૃહપ્રવેશ

અનિતા વર્માએ લોસ એન્જલસ વિલામાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મેથ્યુ પેરી આ વિલાના હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અનિતા વર્મા કહ્યું કે, અમે મેથ્યુ પેરીના જીવનના સકારાત્મક પાસાઓ અને તેમની પ્રતિભાનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આગળ કહ્યું કે “હું હિન્દુ છું. આપણી સંસ્કૃતિમાં, જ્યારે આપણે કોઈ નવું ઘર ખરીદીએ છીએ, ત્યારે આપણે આશીર્વાદ અને પ્રાર્થના કરીએ છીએ. એરિઝોનાથી અમારા પંડિતજી આશીર્વાદ આપવા માટે ઘરે આવ્યા અમે તેને અમારું સૌભાગ્ય માનીએ છીએ.”

સ્વર્ગનો ટુકડો

અનિતાએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, ‘મેં જે ક્ષણે આ ઘરમાં પ્રવેશ કર્યો, મને તેના ગુણોથી પ્રેમ થઈ ગયો. ખાસ કરીને, પ્રશાંત મહાસાગરના આકર્ષક દૃશ્ય સાથે. એક રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે, હું માનું છું કે દરેક મિલકતનો ઇતિહાસ હોય છે. દરેક ઘરમાં ઊર્જા હોય છે જે વર્તમાન માલિક તેમાં લાવે છે. આ સ્વર્ગનો ટુકડો છે, પ્રકાશથી ભરેલો છે અને અમારા માટે રજા માટેનું ઘર છે.’

અનિતા વિદ્યાર્થીઓને કરે છે મદદ 

અનિતા વર્માએ તેની બહેન જેનિફર સાથે મળીને વર્મા ચેરિટેબલ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો છે. વર્મા લેગસી ટ્રસ્ટ (વર્મલેન્ડની પેટાકંપની) તરફથી $1.2 મિલિયનના રિયલ એસ્ટેટના દાન સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ ભારતમાં અભ્યાસતથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. આ ફાઉન્ડેશન દ્વારા, અનિતા અને તેનો પરિવાર ભારતમાં 100 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે.

આ પણ જૂઓ: શૂટિંગ દરમિયાન હનુમાન ભક્તિમાં લીન થઈ જાન્હવી કપૂર, હૈદરાબાદમાં કરી ખાસ પૂજા

Back to top button