ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું લદ્દાખમાં પેટ્રોલિંગ દરમિયાન ફરી ભારત-ચીન વચ્ચે થઈ અથડામણ? સેનાએ કહ્યું સત્ય, જાણો

  • સેનાએ ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટોમાં અવરોધો હોવાની અટકળોને ફગાવી દીધી

નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખના દેપસાંગ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટોમાં અવરોધો હોવાની અટકળોને ફગાવી દીધી છે. સેનાએ ગુરુવારે તેના X (Twitter) એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે, કોઈ અવરોધ કે વિરોધ થયો નથી. સૈન્યએ કેટલાક મીડિયા અહેવાલોને “કાલ્પનિક અને અપ્રમાણિત” ગણાવ્યા હતા. આર્મી પબ્લિક રિલેશન્સના એડિશનલ ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, બુધવાર અને ગુરુવારે પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોમાં દેપસાંગ અને ડેમચોકમાં અથડામણની વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ ભારતે વિવાદિત વિસ્તારો દેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરારની જાહેરાત કરી હતી, જેમાં બંને દેશોની સેનાઓને 2020ની સ્થિતિ પર પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

 

ભારતીય સેનાએ શું કહ્યું?

ભારતીય સેના અનુસાર, “એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે દેપસાંગ અને ડેમચોકમાં ડિસએંગેજમેંટ પૂર્ણ થઈ ગયા છે અને સંમત યોજના મુજબ પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો કોઈ અવરોધ નથી.” સેનાએ સંબંધિત મીડિયા હાઉસને ચેતવણી આપી છે કે સંવેદનશીલ બાબતો પર તથ્ય-તપાસ કર્યા પછી જ અહેવાલો પ્રકાશિત કરે જેથી કરીને કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી ન ફેલાય.

સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, “આ સંબંધમાં પ્રકાશિત થયેલા લેખો કાલ્પનિક અને પાયાવિહોણા છે. મીડિયા હાઉસને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તથ્યોની તપાસ અને ચકાસણી કર્યા પછી જ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર અહેવાલો પ્રકાશિત કરે અને બિનજરૂરી રીતે ભ્રામક માહિતી ન ફેલાવે,”

દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરારની જાહેરાત 

ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ ભારતે વિવાદિત વિસ્તારો દેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરારની જાહેરાત કરી હતી, જેમાં બંને દેશોની સેનાઓને 2020ની સ્થિતિ પર પાછા ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ, માળખાઓને દૂર કરવા અને તેમને તેમની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, “અમે એક સમજૂતી પર પહોંચી ગયા છીએ અને અમે 2020ની સ્થિતિમાં પાછા ફરી ગયા છીએ. આ સાથે આપણે કહી શકીએ છીએ કે, ચીન સાથે ડિસએંગેજમેંટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 2020 પછી, કેટલાક વિસ્તારોમાં આપણે અને તેઓએ અવરોધો ઉભા કર્યા હતા, પરંતુ હવે કરાર હેઠળ આ વિસ્તારોમાં પહેલાની જેમ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.”

Back to top button